________________
93
સમ્યગદર્શન–જ્ઞાનચારિત્રરૂપ ધ્યાન અખૂટ અને અતૂટ શ્રદ્ધા થઈ જાય તે આત્મા સમ્યગદર્શનની નજીક પહોંચી જાય છે અને યથાર્થ શ્રદ્ધા વડે તે પદને પ્રાપ્ત કરી લે છે. આવી શ્રદ્ધાનું એક દૃષ્ટાંત લઈએ.
નરેન્દ્ર (ભાવિ વિવેકાનંદ) જ્યારે કોઈ પણ સંતને મળતું ત્યારે તેને એક જ પ્રશ્ન રહે કે, તમે ભગવાનને જોયા છે? કાલ્પનિક ખુલાસાથી તેને સંતોષ થતું નહિ. ગાનુગ શ્રી રમકૃષ્ણ પરમહંસને તેને મેળાપ થયે, ત્યારે પણ નરેન્દ્રને એ જ પ્રશ્ન : ગુરુજી! આપે ભગવાનને જોયા છે?
ગુરુજીને પ્રત્યુત્તર હિતે: “હું જેમ તને જોઉં છું, તેમ ભગવાનને જોઉં છું.” નરેન્દ્રને તર્ક શમી ગયે. તે ગુરુચરણે નમી રહ્યો. અન્ય દષ્ટિ મળી, નરેન્દ્રને ગુરુજીમાં પ્રભુનાં દર્શન થયાં. ગુરુજીએ પાત્રતા જાણી લીધી અને નરેન્દ્ર નામધારીનું વિસર્જન થયું, તેને સ્થાને “સ્વામી વિવેકાનંદ પ્રગટ થયા. પૂર્વે સાધેલા કમ આમ નિમિત્ત મળતાં પ્રગટ થાય છે અને આત્મશ્રદ્ધા સહેજે સ્થાપિત થઈ જાય છે. - જે બુદ્ધિમાન મનુષ્ય કેવળ તર્ક દ્વારા ઘર્મ શોધે છે તે પોતે બુદ્ધિમાન હોવા છતાં અંતે પૂર્ણ કરે છે, કારણ કે તેઓ ગાડીની પાછળ ઘેડાને જોડવા જેવી ભૂલ કરી બેસે છે, અર્થાત્ તર્કની પાછળ ધર્મને જોડે છે. શંકાનું સમાધાન થઈ શકે છે, એટલા માટે જ્ઞાનીજનોએ ધર્મને સમજવામાં અનેક સાધનો જ્યાં છે. વાંચના ' શાસ્ત્રાભ્યાસ), પૃછના (શંકાસમાધાન), પરાવર્તન (પુનરાવર્તન), અનુપ્રેક્ષા (ચિંતન), ધર્મકથા (અન્ય વિચારણા) કે ઉપદેશાદિ સઘન અને વ્યવસ્થિત અભ્યાસ કરવાની આ વિવિધ પ્રક્રિયાઓ છે, જે વડે બુદ્ધિ સ્પષ્ટ, શુદ્ધ અને તીક્ષણ થાય છે અને સાધક સત્યાસત્યને વિવેક પામે છે. કેવળ તર્ક વડે વ્યવહાર પણ ચાલતે નથી, તે પછી તેથી ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થઈ શકે?
શ્રદ્ધા દેખતી છે કે આંધળી છે, પણ જે તે યોગ્ય સ્થાને હશે તે યથાસમયે તે સાચું સ્વરૂપ જાણું લેશે. દરેક દેશને શ્રદ્ધાનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org