________________
ધ્યાનઃ એક પરિશીલન કે ઉપગ જ સ્વાધીન છે. પરંતુ દેહાર્થનું ભાન, તત્વનું અજ્ઞાન અને વિષનું રસપાન કે પ્રમાદ જેવા અવરોધેથી વર્તમાનની પળ વહી જાય છે, અને આત્મભાવરૂપી ધન લૂંટાઈ જાય છે.
સમ્ય-પ્રજ્ઞાવંત આત્મા આંતર અને બાહ્ય ભાવની સમતુલા જાળવે છે અને નિર્બેજ જીવન જીવે છે. ભૂતકાળની સ્મૃતિ તેને સતાવતી નથી. ભવિષ્યની કલ્પનાઓ ઊઠે તે પ્રાયે આધાર રહેતા નથી. પૂર્વપ્રારબ્ધને સમભાવે પૂર્ણ કરી તે આત્મા કર્મભારથી હળવે બની કેમે કરીને સત પુરુષાર્થ વડે આગળ વધતો જાય છે, અંતઃસ્કૂરણ વડે ઉપયોગ પૂર્વક જીવનની પ્રક્રિયાઓને નિભાવે છે. તેમાં પ્રાયે પ્રતિબંધ – અનુબંધ થતું નથી. અનુક્રમે તે વીતરાગ થઈ, જ્ઞાતા દ્રષ્ટાની શુદ્ધાવસ્થાને પ્રગટ કરે છે. અને શુદ્ધ ચારિત્રને આરાધી સિદ્ધ પદને પામે છે.
દેહધારી જ્ઞાનીનું જીવન અત્યંત નિર્દોષ અને પવિત્ર હોય છે, તેમનું સાનિધ્ય જ જીવને પાવન કરે છે. તીવ્ર જિજ્ઞાસા અને સધર્મની નિષ્ઠા જ્ઞાની સદ્ગુરુને મેળાપ કરાવી દે છે. તેમના પ્રત્યેની વિનય-ભક્તિને કારણે સાધક અલ્પ પરિશ્રમે આમેપલબ્ધિ કરે છે. સાધક, તત્પરતા અને વિનય વડે જ્ઞાનીની સર્વ ક્રિયામાંથી બોધ ગ્રહણ કરે છે. જ્ઞાની-મહાત્માઓ જ્યાં જ્યાં વિચરે છે તે ભૂમિ પણ પવિત્ર થાય છે. તે પવિજ્ઞ સ્થળે પણ સાધન જીવને સહાય થાય છે. આ માર્ગમાં શ્રદ્ધા એ મહત્વનું અંગ છે.
- સદ્ભા પ ફુટ્યા
જગતના વ્યવહારમાં મનુષ્ય વિશ્વાસનું સાહસ ખેડી લે છે. વિશ્વાસથી એ લાખનો વ્યાપાર ખેડી લે છે. કેટલાયે સ્વજનેને મૃત્યુને વર્યા જેવા છતાં પોતે એ વિશ્વાસથી જીવે છે કે જાણે હું મરવાને નથી. દેહદર્દીના સમયે તબીબની આપેલી અપરિચિત ઔષધિમાં વિશ્વાસ રાખી તે તેનું સેવન કરે છે. એ વિશ્વાસના ગુણને શ્રદ્ધામાં પરિવર્તિત કરી આત્મા અને પરમાત્માના અસ્તિત્વમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org