________________
સમ્યગુદર્શન–જ્ઞાન – ચારિત્રરૂપ ધ્યાન
અનુકંપા સંસારમાં આધિ, વ્યાધિ અને ઉપાધિથી તપ્ત જીવોને તેમનાં દુઃખે દૂર કરવામાં સહાયક થવાની ભાવના તે અનુકંપા છે. દરેક આત્માને પિતાના આત્મા સમાન જાણવાથી અનુકંપાને ગુણ વિકસે છે. તે ગુણ જ્યારે ચરમ સીમાએ પહોંચે છે ત્યારે તે કરુણાનું સ્વરૂપ ધારણ કરે છે. એવા આત્મા સ્વપરનું કલ્યાણ સહજભાવે થાય તેમ વર્તે છે. તે સવિશેષપણે પરમાર્થમાર્ગને અધિકારી થાય છે.
સમ્યગદશાના આવા ગુણે પ્રગટવાથી આત્માની જીવનદૃષ્ટિ વિશાળ બને છે. તેની દષ્ટિ પશુપક્ષીની જેમ પિતાનું કે પિતાના પરિવારના જીવનનિર્વાહ કરવા જેટલી મર્યાદિત દષ્ટિ નથી હોતી, પણ સર્વ જીવો પ્રત્યે સમદષ્ટિ રહે છે. બહારથી ગૃહસ્થ દાન-દયાદિ રૂપ સત્કાર્યો કરે છે અને અંતરમાં આત્મભાવે સૌનું શ્રેય ચાહે છે. આત્માના આ ગુણ તેના અંતરંગને પ્રગટ કરે છે. આ લક્ષણોની સાથે સાથે બીજા ઘણું સહાયક ગુણોને વિકાસ થાય છે. આવો જીવ મોક્ષમાર્ગમાં ત્વરાથી આગળ વધે છે. ૦ સમકિતવંત આત્માનાં લક્ષણે
સમકિત સાથે સગાઈ કીધી, સપરિવારશું ગાઢી; મિથ્થામતિ અપરાધણુ જાણી, ઘરથી બહાર કાઢી. હે મલ્લિજિન ! એ અબ રોભા સારી.
–શ્રી આનંદઘનજીકૃત સ્તવન સમકિત-દષ્ટિ જીવમાં ઉત્તમ લક્ષણે પ્રગટ થાય છે અને આ માર્ગના નીચે કહેલા અતિચાર દૂર થતા જાય છે. શંwાંક્ષાવિત્તિવાસાચરિત્ર સાતવાર સમ્પષ્ટ ચરિવારને
–તત્ત્વાર્થ સૂત્ર ૭/૨૩ ૧. શંકારહિત હોય છે. સર્વદેવ પ્રરૂપિત તત્વદર્શન જેવું છે તેવું તે શ્રદ્ધા છે. પદાર્થોના સ્વભાવનું રહસ્ય સમજે છે તેમાં શંકારહિત હોય છે. પ્રશ્ન ઉદ્ભવે તે વિનયાન્વિત થઈ સગર, પાસે સમાધાન મેળવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org