________________
ધ્યાન ઃ એક પરિશીલન
કષાયનું શમન થવાથી સાધક કોઈને દુભવતા નથી અને પોતે કોઈથી દુભાતા નથી. ક્ષમાદિ સ્વર્ગુણા વડે હુમેશાં પ્રસન્ન રહે છે. સવેગ
૬૦
જગતના આકર્ષક પદાર્થોને તથા દેવાદિ ગતિનાં સુખાને તુચ્છ માની કેવળ એક મુક્તિની અભિલાષા સેવવી તે સંવેગ છે.
આ ગુણ જેને પ્રાપ્ત થયેલા છે તે આત્માને સંસારનાં સુખદુઃખના કે સંયેાગ-વિયેાગના પ્રસંગે પ્રીતિ-અપ્રીતિ ઉદ્ભવતી નથી. તેવા પ્રસંગાથી વિરક્ત થઈ તે એક આત્માર્થને જ સાધે છે. નિવેદ
સંસારનાં પરિભ્રમણાનાં કારણેાના બેધ પામી, આત્મા તે પ્રત્યે થાકનો અનુભવ કરે છે. પાતાના દેહ કે પરિવાર પ્રત્યે પણ તેને ઉદાસીનતા આવે છે, અંતરંગ રુચિ રહેતી નથી. જે કઇ વ્યવહાર કરવા પડે છે તે ન છૂટકે થવા દે છે. વળી તે ઇંદ્રિયવિષયાથી લાભાતા નથી, પરંતુ આત્મસ્વરૂપમાં લીન રહેવાના દૃઢ પ્રયત્ન કરે છે. તે આત્મા વિચારે છે કે, આ જીવે સંસારમાં ઘણું ઘણું પરિભ્રમણ કર્યું છે, તે હવે સમાપ્ત થાએ અને સંસાર છૂટી જા આ ભાવના તે નિવેદ્ય છે.
આસ્થા
આસ્થા શ્રદ્ધા, સમતિદશા પ્રાપ્ત થવામાં ખાદ્ય નિમિત્ત પરમાત્મા છે. જેમણે આત્મા પ્રગટપણે જાણ્યા છે, અનુભવ્યા છે, તે આપ્તપુરુષો જ શ્રદ્ધા કરવા યોગ્ય છે. તેમના પ્રરૂપેલા માગે ચાલવાથી આ આત્માનું કલ્યાણ છે તેવા દૃઢ નિશ્ચય તે શ્રદ્ધા છે.
સદ્ગુરુના યેાગે તત્ત્વના યથાતથ્ય ખાધ થયે સાચી શ્રદ્ધા ઊપજે છે. દરેક તત્ત્વને તેના સ્વરૂપે જાણવાથી જીવને વિદ્યુળતા થતી નથી, પણ તત્ત્વરૂપ શ્રદ્ધા રહે છે. આમ આપ્તપુરુષના વચનબેધમાં શ્રદ્ધા તે આસ્થા છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org