________________
૪૮
ધ્યાન એક પરિશીલન
ક્રમ પ્રમાણે વર્તમાનમાં ઉદયમાં આવે છે; તેથી શુભાશુભ સયેાગા પ્રાપ્ત થાય છે. એવા કમને તાડવા જ ધ્યાન છે. ધ્યાન એ એવી નિર્મળ અને સ્થિર દશા છે કે જેના દ્વારા કર્મધારા તૂટે છે અને જ્ઞાનધારાના પ્રવાહ ઊમટે છે.
ધ્યાનના યથાર્થ પ્રારંભ આત્માના સમત્વથી અને સાક્ષીત્વથી થાય છે. સમત્વની પૂર્ણતા થયે જે અવિકારી સહજ દશા છે તે વીતરાગતા છે. આવા સમત્વને પ્રારંભ પ્રજ્ઞાથી થાય છે. સાક્ષીત્વ એ નિલે પતા છે. ઉપયોગ પદાર્થને જાણે છે પણ તન્મય થતા નથી તે સાક્ષીત્વ છે, તે નિર્વિકલ્પતા છે.
તત્ત્વ માત્રમાં આત્મતત્ત્વ અતિ સૂક્ષ્મ છે. આત્માના બહિર્લક્ષી ઉપયાગમાં સૂક્ષ્મતા નથી, કારણ કે તે સ્થૂલ સાથે સંલગ્ન છે. અંતરયાત્રામાં ઉપયોગ સૂક્ષ્મ અને છે. અર્થાત્ સૂક્ષ્મ ઉપયેગ વડે અંતરયાત્રા થાય છે; તેથી સ્વ-પરનુ` ભેદજ્ઞાન સવિત બને છે. અહીંથી ધ્યાનમાર્ગના યથાર્થ પ્રારંભ થાય છે. ચેતના પરનુ` કપ્રકૃતિનું આવરણ દૂર થતું જાય છે. જેમ જેમ ઉપયાગની નિ`ળતા થતી જાય છે તેમ તેમ જોવા-જાણવાનું કાર્ય સજગતાપૂર્વક કે સાક્ષીભાવે થાય છે. નિર્માળ ચેતના આકાશતત્ત્વ જેવી છે. જ્યારે વાદળામાંથી મૂશળધાર વર્ષા થાય છે ત્યારે એવું જણાય છે કે આકાશ જાણે વર્ષોથી છવાઈ ગયું છે, પણ જ્યારે વર્ષો બંધ થાય છે ત્યારે જણાય છે કે આકાશને રજ માત્ર ખૂણા ભિંજાયા નથી; તેમ મનની મલિન વાસનાએ દૂર થતાં, અહંતા-મમતાયુક્ત આવેશથી મન મુક્ત થઈ શાંત થાય છે ત્યારે ચેતનાનું શુભ અસ્તિત્ત્વ જેવું છે તેવું વિલસી રહે છે. તે આત્માનું નિજી સ્વરૂપ છે. સ્થૂલ મનના આવેગો શમે છે, ત્યાર પછી સૂક્ષ્મ મનમાં સંસ્કારાને તપાદિ દ્વારા નષ્ટ કરવા પડે છે; નહિ તે એ સંસ્કારે અનાજની સાથે ઘાસ ઊગી નીકળે છે તેમ અજાગૃતદશામાં નિમિત્ત મળતાં પ્રગટ થઈ સાધકને સાધનામાં અલ્પાધિક અંતરાય ઊભા
Jain Education International
{
For Private & Personal Use Only
www.jainelibrary.org