________________
જૈનદર્શનમાં ધ્યાન ૧. આ ધ્યાન શું છે? આ એક અશુભ ધ્યાન છે.
આર્ત એટલે પીડિત, તેમાં શેક, ચિંતા, ભય, આકુળતા જેવાં દુઃખનાં કારણે સમાયેલાં છે.
આર્તધ્યાનના મુખ્ય ચાર પ્રકારે છે. ૧. પ્રિય વસ્તુના સંગમાં સુખબુદ્ધિ, તે મેળવવાની ઝંખના. ૨. અપ્રિય વસ્તુના સંગમાં શ્રેષબુદ્ધિ, તેનાથી છૂટવાની આકુળતા. ૩. ભેગનાં સાધનમાં સુખબુદ્ધિ, તેની પ્રાપ્તિની આકાંક્ષા. ૪. રોગમાં, તેનાથી છૂટી જવાની વ્યાકુળતા, શું થશે તેવો ભય અને ચિંતા.
સામાન્ય માનવ અને જીવનસૃષ્ટિ નિરંતર આવા આર્તધ્યાન વડે પીડિત છે. જગતના પદાર્થોમાં અલ્પ પણ સુખબુદ્ધિ, કે તે પ્રત્યેની સુખદુઃખની લાગણી, તેમાંથી ઊપજતા કષાયે, રાગાદિ ભાવે તે આર્તધ્યાન છે. સુખનાં બાહ્ય સાધનની પ્રાપ્તિ માટેની વૃત્તિ અને વ્યાપાર તે પણ આતધ્યાન છે. પોતાની ધારણા પ્રમાણે પ્રિય પદાર્થો ન મળે, પ્રતિકૂળ સંગે, અપ્રિય લાગે તેવા સંગે આવી મળે તે બધામાં પોતાના કર્મને દોષ છે, તેમ ચિંતવવાને બદલે તેમાં દુઃખ માની લેવું તે આતધ્યાન છે.
શરીરમાં રોગ થવે, અશાતા થવી તે પણ કર્મજન્ય પરિણામ છે. કોઈ પ્રકારે તેમાંથી મુક્ત થવાની સતત ચિંતા, કે ધ્યાન તે આત (અશુભ) ધ્યાન છે, ઈદ્રિને મનગમતા વિષયે પૂરા પાડવા, મેળવવા, માણવા, તેમની સ્મૃતિ રક્ષવી, સુખ-દુઃખ કે પ્રીતિઅપ્રીતિના ભાવ કરવા કે તેના વિકલ્પ કરવા દુર્ગાન છે.
જે જીવને જે જે પદાર્થની રુચિ છે તેનું ધ્યાન સામાન્યતઃ તે કર્યા કરે છે. વ્યાપારી માલ અને ગ્રાહકનું, ગૃહિણી વ્યવહારનું કે ગૃહકાર્યનું, કુંભાર માટીનું કે ઘડાનું અને રબારી ભેંસનું. આવા રાગાદિ ભાવની ઉત્પત્તિ થવી કે તેવા સંકલ્પ-વિકલ્પ કરવા તે બધાં અશુભધ્યાન જાણવાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org