________________
૨૮
ધ્યાનઃ એક પરિશીલન એ ધ્યાનમાગ નથી
આપણું સ્થૂલ જીવન મન અને ઇંદિયેની મર્યાદિત શક્તિ પર નિર્ભર છે. મનની માનેલી, ધારણ કરી રાખેલી કલ્પના વડે સુખદુઃખનું વેદન આપણે કરીએ છીએ, તેથી વિશેષ આત્મસંવેદનને આપણે જાણતા નથી. ઇદ્રિના વિષયે માણવા આપણે સ્પર્શ, રસ, ઘાણ, રૂપ અને શ્રવણની સહાય લેવી પડે છે. માનસિક ભૂમિકાએ આપણે રાગદ્વેષની લાગણીઓને અનુભવ કરીએ છીએ અને તેમાં સુખ-દુઃખને આરેપ કરીએ છીએ. આ રીતે સામાન્ય મનુષ્યનું જીવન કેંદ્રમાં જ પૂરું થાય છે.
મહપુણ્યના યોગે કોઈ જવને સદુવૃત્તિઓ પ્રત્યે રુચિ થાય છે ત્યારે તેનામાં જીવનવિકાસની કે મનશુદ્ધિની જિજ્ઞાસા જાગે છે. અસદ્ભાવમાંથી ઉપર ઊઠવું અને સદ્ભાવમાં જવું એ ગાળે આંતરિક કટોકટીને હોય છે. તે સમયે જે યોગ્ય માર્ગદર્શક ન મળે તે જિજ્ઞાસુ કેઈ ને કોઈ ભળતી બાહ્યક્રિયાને, લેકરૂઢિને કે પરંપરાએ પ્રાપ્ત સંસ્કારને આધાર પકડી લે છે. બાહ્ય ધર્મકિયાને ધર્મધ્યાન માની લે છે તેથી અધ્યાત્મમાર્ગમાં પ્રવેશ થતો નથી. ધર્મની બાહ્યકિયા એ આત્મધ્યાન કે જ્ઞાન નથી.
અસકિયા અને અસતુપ્રસંગ ત્યજીને ધર્મની રુચિ થવી તે શુભચિહ્ન છે, પરંતુ મનથી ઉપર ઊઠવાની કે મનને લય થવાની એ કિયા નથી. તે ધ્યાનમાર્ગ પણ નથી. સાચા માર્ગની પ્રતીક્ષા કરવી
મુંબઈ જવા નીકળેલ મુસાફર ગાડી બે કલાક મોડી હોય તેય મુંબઈની ગાડીનું પ્લેટફોર્મ છોડતું નથી. અને અન્ય સ્થળે - જતી ગાડીમાં બેસી જતું નથી; બે કલાક મોડે પણ એ સાચી
ગાડીમાં જ બેસે છે. તેમ વીતરાગમાર્ગના જિજ્ઞાસુએ માર્ગદર્શક મળતાં વિલંબ થાય તો ધીરજ રાખી અનાસક્તભાવને કેળવી, પાત્ર થવામાં સમય જાય તે પણ, મૂળમાર્ગ ત્યજી અન્ય માર્ગે જવું નહિ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org