________________
ધ્યાન વિશેની સરળ અને સાચી સમજ
૨૭. શાંતિ અનુભવે છે. શાંતિ મેળવવા માટેના હઠપૂર્વકના પ્રયાસ ચિત્ત ઉપર તનાવ અને દબાણ લાવે છે. કેઈ વાર યંત્રવત્તા પણ આવી જાય છે. તેથી મને કંટાળો અનુભવે છે. અને શરીર થાક અનુભવે છે. તેમાંથી ક્યારેક ખેદ અને નિરાશા ઊપજે છે. તેથી જીવનની દરેક ક્રિયામાં સમભાવ એ સાધક માટે આવશ્યક અંગ મનાયું છે. તે માટે એકાંતે બેસી મનનું અવલોકન કરવું કે હજી મન શું ચાહે છે, તેને સ્વસ્થતાપૂર્વક કેમ આત્માભિમુખ કરવું?–તેને યથાર્થ ઉપાય કરી તે પરિસ્થિતિમાંથી બહાર નીકળવું જોઈએ.
મનના મૂળ દૂષિત સંસ્કારનું આમૂલ પરિવર્તન એ જ ધર્મ છે. તેમાં સ્થિર થવું તે ધ્યાન છે. સર્વથા મુક્ત થવું તે ધ્યેય છે.. આવા માર્ગનું જે ચિંતન કરે છે તે ધ્યાતા છે.
ફ્લેશથી, પ્રપંચેથી કે ચંચળતાથી તાળાબંધી પામેલા મનને. અનુષ્ઠાન કે આલંબનની કેઈ ચાવી લાગતી નથી.
“પ્રપંચે આવરેલું આત્મઘન વહ્યું જાય છે.'
અંતમુખ પરિણામની ધારા વડે શુદ્ધ થયેલે ઉપગ અને. અનુભવ એ ચાવી છે. એ અનુભવથી આત્મભાવ સમતાથી રસાયેલા રહે છે. એટલે સાધક આહાર લે છે ત્યારે આહારને જાણે છે તે ખરે, પણ એના સ્વાદને માણતે નથી; એ જ રીતે તે સ્પર્શને. જાણે છે, પણ માણતા નથી, તે ગંધને જાણે છે, પણ માણતે નથી; ચક્ષુ વડે પદાર્થને જુએ છે, પણ વિકાર ઉત્પન્ન થવા દેતે નથી; અને મનની વૃત્તિઓને જુએ છે, પણ તેની પાછળ દોડતું નથી. કારણ કે સમતાનું અમૃત તેણે આસ્વાદું છે.
“મનની કામના સર્વે છાડીને આત્મમાં જ જે; રહે સંતુષ્ટ આત્માથી તે સ્થિતપ્રજ્ઞ જાણવો.” ૨
વળી રાગ ને દ્વેષ છૂટેલી ઈદ્રિય વિષયો રહે, વશેન્દ્રિય સ્થિર આત્મા તે પામે છે પ્રસન્નતા. ૧૧
- શ્રીમદ્ ભગવદ્ગીતા : સ્થિતપ્રજ્ઞ લક્ષણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org