________________
૧૭
દયાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ
કેદીને કારાગૃહ એ ગુનાત્મક સજાનું સ્થાન છે, તેમાં રહેવાથી બદનામ થવાય છે, તેવું સમજાય છે તેથી તેમાંથી છૂટવાની પ્રતીક્ષા કરે છે. દેહાધ્યાસ અને પદાર્થો પ્રત્યેને મેહ તે બંધન છે, સંતાપ છે અને સુખાભાસ છે એવી સમજ આવશે ત્યારે જીવ છૂટવાને યથાર્થ પ્રયાસ કરશે. દુઃખ કે સંતાપને કષાયજન્ય ભાવોથી ટાળવા પ્રયત્ન કરે તે તે ટળતાં નથી, તે મિથ્યા ઉપાય છે. નિર્ધન ધનવાનની ઈર્ષા કરે છે તેનું દુઃખ ન ટળે. પતે ધન મેળવવા સાચી નિષ્ઠાપૂર્વક પ્રયત્ન કરે, જે મળે તેમાં સંતોષ માને તે દુઃખ દૂર થવાની શક્યતા છે.
અંધારામાં કે જંગલમાં ભૂલે પડેલે પથિક કેઈ અવાજ સાંભળી તે દિશા પકડે છે અને તેને આધારે માર્ગ શોધે છે. અજ્ઞાનરૂપી અંધકારમાં અટવાયેલે માનવ, જ્ઞાનીના વચનને સાંભળીને અને સમજીને માર્ગ પકડી લે અને વિનય તથા શ્રદ્ધાપૂર્વક પગ ઉપાડે તે જ્ઞાનમાર્ગ સંપ્રાપ્ય થાય છે. ધ્યાન શુદ્ધાત્માનું સીમાચિહ્યું છે. તેથી આ માર્ગમાં પ્રેમપૂર્વક પ્રવેશ કરે તે માનવ
જીવનનું ઉત્તમ ધ્યેય છે. . યુવાચાર્ય મહાપ્રજ્ઞ રચિત “મHIM Tછામ” ગ્રંથમાં કથન છે કેઃ “શાંતિ અને સમાધિની ખેજ દરેક માનવની મંજિલ છે. તેને માટે પરમ સત્યને સાક્ષાત્કાર જરૂરી છે. આત્માને સ્વીકાર કરવાથી આત્મા–પરમાત્માનું એક્ય સધાય છે. જે પિતાનું શરણુ શેધતું નથી તે અન્યના શરણથી નિશ્ચિત થઈ શકો નથી.
આધિ, વ્યાધિ, ઉપાધિ-ત્રિવિધ તાપ સમાધિથી શમે છે. સાધક સમાધિમાં જઈ શકે છે, ધ્યાન તે દિશાને અભિગમ છે.
મનુષ્યનાં વાણી અને વર્તનમાં, કથનમાં અને આચારમાં અંતર રહેશે ત્યાં સુધી સંસાર ઊભે છે. મનુષ્યની બે અવસ્થા છેઃ (૧) છદ્મસ્થતા (સંસારી), (૨) વિતરાગતા (પૂર્ણતા). મનુષ્યને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org