________________
૧૬
ધ્યાન એક પરિશીલન
ધ્યાનમાર્ગના અભ્યાસની ફળશ્રુતિ
ધ્યાનમાર્ગ એ શુદ્ધાત્માને પ્રગટ કરવાના અને નિજસ્વરૂપને અનુભવવાના માર્ગ છે. પ્રારંભમાં સાધકને પ્રશ્ન થાય કે આ સાધના દ્વારા શું પ્રાપ્ત થશે? સાધના કરવાથી કશું મહારથી પ્રાપ્ત થશે તેવા ભ્રમ ન સેવવા. સાધના એ આવરણુયુક્ત વર્તમાન આત્માની દશાને નિરાવરણુ કરવાના શુદ્ધિમા છે. ત્રિકરણયાગે શુદ્ધિ થવી તે સાધનાનું હાર્દ છે. આહારાદિ અને આસનાદિ વડે કાયાશુદ્ધિ, મૌન દ્વારા વચનશુદ્ધિ, સંયમ અને તપ દ્વારા મનશુદ્ધિ સધાય છે. સ્વદોષનિરીક્ષણ અને તેના છેઃ તે પણ મનશુદ્ધિ પછી મનમુક્ત ચેતનસત્તા શું છે તે સમજાય છે અને અવશ્ય અનુભવાય, નિરપેક્ષ સુખને અનુભવ સંભવ બને છે.
જીવ માત્ર જ્ઞાનગુણુ સહિત છે. વૃક્ષમાં ખીજ તિરહિત છે તેમ દરેક આત્મામાં શક્તિરૂપે પરમતત્ત્વ છુપાયેલું છે. આંતર-બાહ્ય અવરોધો દૂર થતાં આત્મા જ્ઞાતરૂપે પ્રકાશે છે. ખીજ જેમ જમીનમાં દટાઈને ત્યાં જ વિલીન થઈ પ્રકાશ-પાણી મળતાં અંકુરરૂપે ફૂટી નીકળે છે અને ક્રમે કરી વૃક્ષરૂપે ફાલે છે, તેમ બાહ્ય પદાર્થો સાથેની તન્મયતા શમે છે ત્યારે આત્મ-પરિણામ જ્ઞાનસ્વભાવમાં - આત્મભૂમિમાં વિલીન થઈ, પ્રજ્ઞારૂપે અંકુરિત થઇ, સમ્યગ્દર્શનરૂપે પ્રગટ થાય છે. અંતે પૂર્ણ જ્ઞાનરૂપે વિકાસ પામે છે. ફોતરા સહિત વાવેલું ખીજ જમીનમાં નાશ પામે છે પણ અંકુરિત થતું નથી, તેમ અહંકાર-મમકારના ફોતરા સહિતના પરિણામે પ્રજ્ઞારૂપે અકુરિત થતા નથી. અજ્ઞાનરૂપ તે પિરણામે આત્મગુણના ઘાત કરે છે.
-
હું અમુક છું, સંસારમાં માટે ગણાઉં છું, આવે નામધારી છું – એ ઇત્યાદિ ગ્રંથિ તૂટવાથી આત્મવિચાર જન્મે છે અને હું આત્મા' તેવું ભાન થાય છે. અહંકાર સહિતનું મૃત્યુ નવા દેતુ ધારણ કરાવે છે અને ‘હું'ને અવનવી ગતિમાં ભમાવે છે. તે પિરભ્રમણની સમાપ્તતાને આરંભ સમ્યગ્દર્શનરૂપ શ્રદ્ધા વડે થાય છે. એ શ્રદ્ધા યથાર્થ સમજની નીપજ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org