________________
ધ્યાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ જ્ઞાન-ધ્યાનના અનુભવને અધિકારી છે. ભૂમિકા પ્રમાણે તે વિકાસ કરી શકે છે.
ચિત્ત સ્થિરતા માટે કરેલા દીર્ધકાળના ગાભ્યાસના ફળરૂપે, ચિત્ત શુદ્ધિને પરિણામે, કે ઇંદ્રિયજ્યને પરિણામે જ્યારે તિ,
ધ્વનિ, સુગંધ, દૈહિક સુખદ સ્પંદન કે મધુબિંદુ જેવા અનુભવો થાય ત્યારે તે ધ્યાનદશા છે તેમ માની ત્યાં અટકી પડવું નહિ, એ સર્વ પાર્થિક – દૈહિક સિદ્ધિઓ છે, તેમ નિશ્ચય રાખી પ્રલેશનમાં ન પડવું પણ આગળ વધવું.
કાશમીરનું કુદરતી – નિર્દોષ સૃષ્ટિસૌંદર્ય નિહાળવા નીકળેલા યાત્રી માર્ગમાં દિલ્હીની રાજધાની અને તેની મહેલાત જોઈ ત્યાં જ રેકાઈ જાય તે કાશ્મીરના સૃષ્ટિસૌંદર્યને અનુભવ પામી ન શકે. રાજધાનીનાં વૈભવયુક્ત સ્થાને જેવાને મેહ ત્યજી યાત્રીએ કાશ્મીર ભણી જવું હિતાવહ છે, તેમ સાધકે દૈહિક સિદ્ધિઓ ગમે તેવી લેભામણી હોય તો પણ તેમને મોહ ત્યજી આગળ વધવું જરૂરી છે.
સાંસારિક પદાર્થોમાં સુખબુદ્ધિએ જીવનવ્યવહાર ચાલે છે, એમ ચાલે અને ધ્યાનમાર્ગે આગળ વધાય તે કોઈ પ્રકારે સંભવિત નથી. બાહ્યજીવનમાં સ્થાપિત કરેલાં મૂલ્યનું વિસ્મરણ થયે, મન-વચનકાયાની શુદ્ધિ વડે, ઇંદ્રિયના વિષયેની મંદતા થયે, રાગાદિ ભાવ શિથિલ થયે, આ માગે યાત્રા સંભવિત છે. મુક્તિ પ્રત્યે દોરી જતો ધ્યાનમાર્ગ, યોગાભ્યાસ વડે સુસાધ્ધ થઈ શકે છે. જેનદર્શનના કેટલાક પૂર્વાચાર્યોએ એ કારણથી અષ્ટાંગ યેગને સમર્થન આપ્યું છે. મુક્તિમાર્ગમાં જે તે “ગ” છે એમ પ્રકાડ્યું છે.
ધ્યાનમાર્ગમાં ભાવના, તપ, જપ, ઇત્યાદિ સહાયક તત્ત્વો છે; તે દ્વારા વીતરાગભાવની દઢતા થતી રહે છે. સંસારી જીવ કશાય અવલંબન વગર આ માગે સરળતાથી જઈ શક્તા નથી. વચિત એવી ક્રિયાઓનું સેવન કરીને તેને ધર્મધ્યાન માની લેવામાં આવે તે, તે બાળચેષ્ટારૂપ છે. વાસ્તવિક ધર્મની બાહ્યક્રિયા વડે શુભભાવ સુધી પહોંચી શકાય, ધર્મધ્યાન તેની આગળની વિશુદ્ધિની ભૂમિકા
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org