________________
ધ્યાનમાર્ગનું સંક્ષિપ્ત સ્વરૂપ વ્યાખ્યાઓ છે. એ દર્શન સાથે જ્ઞાન સમ્યગૂરૂપે પરિણમે છે અને તે આત્મા સમકિતી કહેવાય છે. તેના ગુણે, આચાર, વિચાર વગેરે સર્વ પણ સમ્યગૂરૂપ થાય છે. આ ચોથું ગુણસ્થાન છે, અને ખરું જેમાં મુક્તિમાર્ગ માટે પ્રથમ ગુણસ્થાન છે. અહીંથી “ધર્મધ્યાન યથાર્થ પ્રારંભ થાય છે.
વર્તમાનયુગમાં ધ્યાન અંગેના શુદ્ધ પ્રકારની સાધના અત્યંત જરૂરી છે. કારણ કે સાચી દિશામાં ઉપાડેલું એક પગલું પણ આપણને ગંતવ્ય સ્થાને લઈ જાય છે.
સમ્યગદર્શન, કેવળજ્ઞાનની – પૂર્ણતાની અપેક્ષાએ બીજ સમાન છે. બીજ અને પૂનમમાં પ્રકાશની જ તરતમતા છે. બીજ, કમે કરી પૂનમે પૂર્ણ ખીલી ઊઠે છે. તેમ સમ્યગદર્શનને પ્રાપ્ત થયેલ આત્મા ક્રમે કરી પૂર્ણદર્શનને કેવળદર્શનને પામે છે; પૂર્ણધ્યાનદશાને પામે છે. આત્મલક્ષે, સમ્યક્દર્શનયુક્ત, શુદ્ધિપૂર્વક થતી ધ્યાન આરાધના સાધક માટે સર્વોત્તમ છે. દૈહિકભાવે થતી ક્રિયા કે બાલચેષ્ટારૂપ કિયા એકડા વગરનાં મીંડાં જેવી છે. માટે જૈનદર્શનમાં સમ્યગદર્શનનું અત્યંત મહત્ત્વનું સ્થાન છે, કારણ કે તે મુક્તિનું દ્વાર છે. દયાનદશાયુક્ત મુનિઓનાં જીવનનું સત્ત્વ:
સર્વોત્કૃષ્ટ જ્ઞાની પુરુષેએ આત્મજ્ઞાન અને ધ્યાનના માર્ગને ચરમસીમાએ આરાધી પરમતત્વને પ્રગટ કર્યું છે અને જગતના છે માટે એ કલ્યાણમાર્ગની વિશદતાથી પ્રરૂપણ કરી છે. એ માર્ગ અતિસૂક્ષ્મ અને અનુભવગમ્ય છે; છતાં સર્વ ફ્લેશથી મુક્ત થવાને ધ્યાનમાં એકમાત્ર ઉપાય છે. સૂર્યને પ્રકાશ વડે જેમ પદાર્થો ચક્ષુગમ્ય થાય છે તેમ આત્મજ્ઞાન વડે આત્મા વિવેકરૂપી પ્રકાશ પામે છે અને પદાર્થનું સ્વરૂપ યથાર્થપણે સમજે છે. તે પછી સંસારથી વિરક્ત થઈ ધ્યાનમાર્ગને આરાધી સહજ સુખ પ્રાપ્ત કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org