________________
૨૧૦
ધ્યાન ઃ એક પરિશીલન (મન એકદમ સ્થિર ન થાય માટે શરીરના અવયવો પર ઉપગ સ્થિર કરી પગથી માથા સુધી ફેરવો. શરીર વિપશ્યના)
રૂપાતીત ધ્યાનમાં જતાં પહેલાં સ્થૂલ ક્રિયા કરવી જરૂરી છે. તે માટે સૌપ્રથમ નજીક શરીર છે તેથી શરીરની ક્રિયાઓને નિર્વિકારપણે જેવી. પરિણામને ફેરવવાં. (૨) પદસ્થ–સ્થાન :
પવિત્ર મંત્રોનું અથવા આગમના પદનું, જે બુદ્ધિમાન વડે નિરંતર ધ્યાન કરાય છે તેને વિદ્વાને પદસ્થ ધ્યાન કહે છે. વળી મંત્રનું તથા પરમેષ્ઠી ઇત્યાદિ પદના સમૂહનું ચિંતન કરવું.
પદ એટલે અધિકાર. અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને મુનિ એ પાંચ પદ તે પદવીરેનું ધ્યાન કરવું તે પદસ્થ ધ્યાન છે. તેમના નામનું સ્મરણ, નામસૂચક અક્ષરનું મરણ વગેરે પદસ્થ ધ્યાન છે.
વધુ માર્ગદર્શન માટે ગ્રંથને અભ્યાસ કર. (૩) રૂપસ્થ-ધ્યાનઃ - સર્વ અતિશયેથી યુક્ત કેવળજ્ઞાનના સૂર્યસ્વરૂપ રાગદ્વેષ-મેહના વિકારે વડે નહિ કલંકિત એવા શાંત શેભનીય વગેરે સર્વ લક્ષણેથી યુક્ત અરિહંતના રૂપનું આલંબન-ધ્યાન તે રૂપસ્થ ધ્યાન છે. - વિદ્યમાન તીર્થંકરના અભાવે તેમના સ્વરૂપની કલ્પના ન થઈ શકે તે તેમની પ્રતિમાનું ધ્યાન કરવું. પ્રતિમા સામે ખુલ્લી દષ્ટિથી જોયા કરવું. તેમના સ્વરૂપ સાથે એકાકાર થવું અને તેમ થતાં પિતાના શુદ્ધ સ્વરૂપમાં પ્રવેશ કરે. આલંબન સાધનરૂપ છે. (૪) રૂપાતીત–ધ્યાનઃ
લેકના અગ્ર ભાગ ઉપર રહેલે અમૂર્ત, કલેશ રહિત, ચિદાનંદમય સિદ્ધ અને અનંત આનંદને પ્રાપ્ત થયેલા પરમાત્માનું સ્મરણ કરવું તે રૂપાતીત ધ્યાન છે. આ ધ્યાન વડે જન્મમરણને ક્ષય થાય છે અને આત્મજ્ઞાન ઉત્પન્ન થાય છે.
સિદ્ધના સ્વરૂપની કલ્પના કરી તેમાં પિતાના અંતઃકરણને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org