________________
તેવા વિચારો વિચાર વિચાર કરવાને જ
ધર્મધ્યાનના પ્રકારની વિસ્તૃત સમજ
૨૦૯ જડ પદાર્થોથી ભરેલું છે. તે અનાદિ સિદ્ધ છે. તે લેકમાં ત્રણે જગત રહેલાં છે.
વિનાપ્રજને ઈચ્છા વિના પણ ઉત્પન્ન થતા વિકારેને હઠાવવા માટે આ લેકના સ્વરૂપને વિચાર કરવાનું છેવિચાર એ વિકારનું ઔષધ છે. તે વિચાર નિર્મળ હોવા જોઈએ. મનને સમતલ રાખે તેવા વિચારે જોઈએ. આ લેકમાં એક પણ પદાર્થ મનને આકર્ષણ કરી શકે તેવું નથી તે નિર્ણય તે ધ્યાનને ઉપયોગી છે.
લેકનું સ્વરૂપ શાસ્ત્રમાંથી વિસ્તૃતપણે જાણી લેવું. આત્મભાવમાં સ્થિર રહેવા વિચારધારાને કેમ વિસ્તૃત કરવી તે માટે સંસ્થાનનું ચિંતન જરૂરી છે. લોક નિત્ય છે, શાશ્વત છે, કેઈએ ઉપજાવ્યું નથી તે પ્રમાણે લેકનું સ્વરૂપ વિચારવું.
ધર્મધ્યાનના ચાર ભેદ (૧) પિંડસ્થ, (૨) પદસ્થ (૩) રૂપસ્થ અને (૪) રૂપાતીત. ધ્યાતા – ધ્યાન કરનાર ધ્યેય –ધ્યાન કરવા લાયક અવલંબન ધ્યાન – ધ્યાતાને ધ્યેય સાથે જોડનાર, ધ્યાતા તરફથી થતી
સજાતીય પ્રવાહવાળી અખંડ કિયા. આલંબનરૂપ ધ્યેય છે તેમાં અંતરદષ્ટિ કરી, બીજુ કંઈ ચિંતન ન કરતાં એકરસ સતત તે વિચારની એક વૃત્તિને અખંડ પ્રવાહ.
પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ, રૂપાતીત – આ ચાર ધ્યાન કરવા લાયક આલંબન – ધ્યેય છે. (૧) પિંડ એટલે દેહ, તેમાં સ્થ-એટલે રહેનાર આત્મા, તેનું ધ્યાન કરવું તે પિંડસ્થ ધ્યાન છે –
વળી શરીરના અમુક અમુક ભાગોમાં જુદી જુદી માનસિક કલ્પના કરી મનને તે તે આકારે જાગૃતિ પૂર્વક પરિણુમાવવું, અથવા આત્મ-ઉપગને તેવા આકારે પરિણાવવું. વિકાર રહિત, રાગાદિભાવ રહિત આત્મઉપગને સ્થિર કરે.
૧૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org