________________
- ૨૦૬
ધ્યાન : એક પરિશીલન પ્રાપ્ત થયેલે સર્વજ્ઞ મનાય છે. જમીનમાં જેવું બીજ વાવ્યું છે, હોય છે, તેવું વૃક્ષ ફાલે છે. તેમ આત્મશક્તિ પોતાની પાસે છે. વારંવાર આત્મા તે જ હું છું, તેમાં તન્મય થવાથી સર્વજ્ઞપણું પ્રગટ થાય છે. અહેનિશ તેવી ભાવના કરવી.
જે જે ભાવનાને આત્મા સાથે જોડવામાં આવે તેની સાથે સ્ફટિક મણિની જેમ આત્મા તન્મયતા પામે છે.
નિશ્ચયનયના અભિપ્રાય આત્મા લેપાયેલે નથી, “હું જ્ઞાની છું, શુદ્ધ છું.” એ ભાવના ભાવવાથી શુદ્ધ થાય છે અને વ્યવહારનયની અપેક્ષાએ “હું લેપાયેલ છું” એની ક્રિયાની મદદથી શુદ્ધ થાય છે. હલકી ભાવના સેવવી જ નહીં. આત્માનું સામર્થ્ય અનંત છે. તેની શક્તિ ધ્યાનથી પ્રગટ થાય છે.
ધમ ધ્યાનનું સ્વરૂપ પ્રવિણ્યામ શમામ્ભાધિ યોગાષ્ટાંગાનિ ચિંતિત દુષ્ટાનુકાનતો ભગ્ન મન:શુદ્ધિ કૃતે મુનિ:
દુઃખદાયી અનુષ્ઠાનથી વિરામ પામી મનની શુદ્ધિ કરવાને માટે મુનિએ સમભાવના સાગરમાં પ્રવેશ કરીને યુગના આઠ અંગને વિચાર કરે.
ઉત્તમ ધ્યાનમાં મનઃશુદ્ધિની પૂર્ણ જરૂર છે, મન શુદ્ધ થયા વિના ધ્યાન થઈ શકતું નથી. અથવા મનઃશુદ્ધિ કરવા માટે ધ્યાનની જરૂર છે. મન શુદ્ધ હોય તે ધ્યાન થાય અને ધ્યાન હોય તે મનઃશુદ્ધિ થાય. આ પ્રમાણે અને અન્ય કારણ છે.
આર્તધ્યાન-રૌદ્રધ્યાનથી પાછા હઠવા સમભાવમાં પ્રવેશ કરે પડશે. તે વિના ચપળ મન સ્થિરતા પામતું નથી.
શ્રીમાન યશવિજયજી પ્રકાશે છે કે, વિકલ્પ એ જ વિષય છે, તેનાથી પાછા વળી આત્માના શુદ્ધ સ્વભાવનું આલંબન કરવું. જ્ઞાનની આવી મહાન પરિપાક દશા તે સમભાવ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org