________________
૨૦૧
ધ્યાનનું બેધમય સ્વરૂપ
કમે હૃદયને વિષે એક અષ્ટદલકમળનું ચિંતન કરી સ્થાપિત
કરવા. ૧૦. હૃદયને વિષે એવું એક અષ્ટદલકમળ માનવામાં આવ્યું છે,
તથાપિ તે વિમુખ મુખે રહ્યું છે એમ માનવામાં આવ્યું છે, જેથી સન્મુખ મુખે તેને ચિંતવવું અર્થાત્ સૂલટું
ચિંતવવું. ૧૧. તે અષ્ટદળકમળને વિષે પ્રથમ ચંદ્રના તેજને સ્થાપન કરવું,
પછી સૂર્યના તેજને સ્થાપન કરવું અને પછી અખંડ દિવ્યા
કાર એવી અગ્નિની તિનું સ્થાપન કરવું. ૧૨. તે ભાવ દઢ થયે પૂર્ણ છે જેનું જ્ઞાન, દર્શન અને આત્મ
ચારિત્ર એવા શ્રી વીતરાગદેવ તેની પ્રતિમા મહાતેજોમય
સ્વરૂપે તેને વિષે ચિંતવવી. ૧૩. તે પરમ દિવ્ય પ્રતિમા નહીં બાળ, યુવા અને વૃદ્ધ એવા
દિવ્યસ્વરૂપે ચિંતવવી. ૧૪. સંપૂર્ણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થવાથી સ્વરૂપસમાધિને વિષે શ્રી
વીતરાગદેવ અત્ર છે, એમ ભાવવું. ૧૫. સ્વરૂપસમાધિને વિષે સ્થિત એવા તે વીતરાગ આત્માના
સ્વરૂપમાં તદાકાર જ છે એમ ભાવવું. ૧૬. તેમનાં મૂર્ધસ્થાનને વિષેથી તે વખતે ઋારને ધ્વનિ થયા
જ કરે છે એમ માનવું. ૧૭. તે ભાવનાઓ દઢ થયે તે કાર સર્વ પ્રકારનાં વક્તવ્ય જ્ઞાનને
ઉપદેશ છે, એમ ભાવવું. ૧૮. જે પ્રકારના સમ્યકમાગે કરી વીતરાગદેવ વીતરાગ નિષ્પન્ન
તાને પામ્યા એવું જ્ઞાન તે ઉપદેશનું રહસ્ય છે એમ ચિંત
વતાં ચિતવતાં તે જ્ઞાન તે શું? એમ ભાવવું. ૧૯. તે ભાવના દઢ થયા પછી તેમણે જે દ્રવ્યાદિ પદાર્થો કહ્યા
છે તેનું ભાવન કરી આત્માને સ્વસ્વરૂપમાં ચિંતવ, સર્વાગ ચિતવ.
[પત્રાંક ૪૧૬]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org