________________
૧૮૮
ધ્યાન : એક પરિશીલન
સહજભાવે, ગુરુ આજ્ઞાએ, મધ્યસ્થભાવે કે પ્રેરણારૂપ કેવળ આત્માના શુદ્ધભાવની વૃદ્ધિ અર્થે કે દઢ થવા અર્થે સત્સંગ સ્વાધ્યાય જે વિનિમય કરી શક્તિને સ્વાભાવિકપણે પ્રગટ થવા દેવી. તેમ થવામાં જે અંતરંગ નિર્મળતા, ચિંતનધારા વધુ ગંભીર અને રહસ્યમય થતી જાય અને વળી ઔદાસીન્યતા સબળ બનતી જાય તે સમજવું કે આત્મા ધ્યાનમાર્ગમાં સ્પષ્ટપણે આરૂઢ થતું જાય છે.
આવી સહજ અંતરયાત્રાની પ્રક્રિયા અધ્યાત્મજીવન જીવતાં ધ્યાનમાગના પથિકને, ગુરુગમ દ્વારા, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરતાં કરતાં, પ્રભુકૃપાએ પ્રાપ્ત થાય છે. આવા સાધકને આત્માને યથાર્થ નિર્ણય થયો હોવાને કારણે કેઈ સંગોમાં, કવચિત્ વિકલ્પ ઊઠે ત્યારે તેનું સમાધાન તેની સામે આવીને પ્રત્યક્ષ થાય છે અને વિકલ્પ શમી જાય છે. જેમ ચક્ષુ જગતના સ્થૂલ પદાર્થોને જોઈ શકે છે તેમ નિર્દોષ ચિત્તવાળે સાધક આવા સમાધાનના સંકેતેને, પરિસ્થિતિને ક્યારેક અગાઉથી જાણી લે છે, અને પ્રારબ્ધયેગે પ્રાપ્ત સંગથી અ૫ પ્રયાસે મુક્ત થઈ જાય છે. આમ કમે કમે અશુભ કે આકુળવ્યાકુળ થવારૂપ સંયોગો દૂર થતા રહે છે. જીવન આત્માનંદની પ્રસાદી વડે સરળપણે સ્વાધીનતા અને નિઃસંગતાના માર્ગે આગળ વધે છે.
જીવનની આવી ધન્યતા કંઈ બે ચાર માસ કે વર્ષે પ્રાપ્ત થઈ જતી નથી. તે માટે પૂર્વની સાધનાનું દઢ બળ જોઈએ છે, અને આ જન્મમાં પણ તેનું મૂલ્ય ચૂકવવું પડે છે. દેહને જાતે કરીને આત્માને આગળ કરે પડે છે. એક વિચાર, એક આદત, કે એક આગ્રહ ન છોડી શકનાર દેહને જ કરવાનું સામર્થ્ય ક્યાંથી ધરાવે ?
શ્રીમદ્ રાજચંદ્રજીએ યથાર્થ જ કહ્યું છે કેઃ
અનંતવાર દેહને અથે આત્મા ગાળે છે. જે દેહ આત્માને અથે ગળાશે તે દેહે આત્મવિચાર જન્મ પામવા ગ્ય જાણી, સર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org