________________
ઉપસંહાર
૧૮૭૫
વળી સત્સંગના યેગમાં સ્વાધ્યાય, ચિંતન કે ભક્તિ આદિ જેવા અનુષ્ઠાનમાં શુભભાવ વડે મનની શુદ્ધિ થતાં ધ્યાન-સન્મુખ થવાય છે, અને તેના દ્વારા ધ્યાનમાર્ગમાં પ્રવેશ થઈ શકે છે. પણ એમાં સમય વધુ લાગે છે કે પુરુષાર્થ વધુ કરે પડે છે. વળી થેડા જન્મનો વિસામે પણ થઈ જવા પામે છે.
બીજું દષ્ટાંત વિચારીએ:
સમેતશિખર મહાતીર્થ જેવી યાત્રાએ જતાં માર્ગમાં વિવિધ સ્થળે આવે છે. તે સ્થળે જવા જેવાં કે દર્શન કરવા જેવાં પણ હોય છતાં તે સ્થાને યાત્રાળુઓ રોકાઈ જતા નથી, પણ હેતુ સર્યો કે આગળ વધે છે. સૌના ચિત્તમાં લક્ષ્ય સ્થાને પહોંચવાની ધારણું હેવાથી નિરંતર પ્રયાણ ચાલુ રહે છે. તેમ આ માર્ગની ભૂમિકાએ પહોંચવા માટે પણ વચ્ચે આવતાં સાધનોને સહાયરૂપ જ ઉપયોગ કરે અને આગળ વધતા જવું. જેમ જેમ આગળની ભૂમિકા સાધ્ય થાય તેમ તેમ સાધકે નિરાલંબન થઈ લક્ષ્યસ્થાને પહોંચવાનું છે. કેઈ સાધનમાં અટકી પડવું નહિ. જેમ નાવને ઉપયોગ કિનારે પહોંચવા પૂરતું જ હોય છે, તેમ સાધને કે અવલંબને માટે સમજવું.
સર્વજ્ઞ–વીતરાગ, અને નિગ્રંથ જ્ઞાની મહાત્માઓ દ્વારા પ્રરૂપિત ધ્યાનમાથી એક પણ અંશ અલ્પદશાને સાચી કે ટોચની ધ્યાનમાર્ગથી માની ન લેવી. ધીરજ રાખી સાચા માર્ગને જ વળગી રહેવું. સત્ અંશને અનુભવ થાય છે તેને વધારી લે, તેમાં નિઃશંક થવું; અને પામરતાને ખંખેરી નાખવી. એક વાતની સભાનતા રાખવી કે ઉચ્ચ અનુભવની દશા પ્રગટ થવા માટે કઈ શક્તિ પ્રદર્શિત થાય ત્યારે માનાદિમાં, ચમત્કારમાં કે પરકલ્યાણ અતિ ઉત્સાહમાં તણાઈ ન જવાય. સમગ્ર વ્યવહારમાં નિરમાની થઈ, વિનયાન્વિત થઈ આત્મજાગૃતિપૂર્વક અંતરદશાને અંતરમાં શમાવવી છતાં યેગ્ય. સત્સંગીઓ કે આત્માથીઓનું સહજ મિલન કે સંપર્ક થાય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org