________________
૧૫ર
ધ્યાન : એક પરિશીલન દા. ત., તબીબ પાસે જઈને કોઈ એક દદી કહે છે કે મને શિરદર્દ છે, બીજે કહે છે કે મને કમરમાં દર્દ છે, ત્રીજે કહે છે કે મને પગમાં દર્દ છે, એથે કહે છે કે મને વાંસામાં દર્દ છે અને પાંચમે કહે છે કે મારા કાનમાં દર્દ છે. દરેકને દઈ દુખાવાનું છે. અંગે અલગ અલગ છે. તબીબી દરેક દદીને નેવાલજિન કે ડિસ્મિન જેવી સરખી ટીકડીઓ આપે છે અને દર્દ પ્રમાણે કેટલીક સૂચના આપે છે.
તબીબની સૂચના પ્રમાણે દદી ટીકડીનું સેવન કરે છે. ટીકડીનું રસાયણ હોજરીમાં અન્ય રસ સાથે ઓગળીને દેહમાં રૂધિર સાથે ભળે છે અને જ્યાં દર્દ હોય ત્યાં તેના અંશની અસર થતાં દદ શાંત થાય છે. વળી તબીબની સૂચનાને દદી અમલ કરે છે અને રોગમુક્ત થાય છે. દેહમાં થતી રાસાયણિક પ્રક્રિયાનું આ સ્થૂલ દષ્ટાંત છે.
જે સાધકને ભવનનું દર્દ પડે છે, અને પરિભ્રમણનું સ્વરૂપ સમજાયું છે તેઓ જ્ઞાની સદ્ગુરુ પાસે જાય છે. એક સાધક કહે છે કે મને ઈદ્રિયવિષયે પડે છે. બીજો કહે છે કે, મને ક્રોધાદિ કષાયે પડે છે. ત્રીજે કહે છે કે, હું અજ્ઞાનરૂપી અંધાપાથી પિડાઉં છું. એ કહે છે કે, મને અધતારૂપી બધિરતાને રેગ છે. પાંચમે કહે છે મને પ્રમાદરૂપી નબળાઈ વર્તાય છે.
જ્ઞાનગુરુ તે સર્વેને એક જ રામબાણ ઉપાય દર્શાવે છેઃ જ્ઞાન દયાન વૈરાગ્યમય ઉત્તમ જહાં વિચાર, તે ભાવે શુભભાવના તે ઊતરે ભવપાર..
–શ્રીમદ્ રાજચંદ્રરચિત પદ ભવરગ કે પરિભ્રમણના કારણભૂત ઇંદ્રિય-વિષયાદિ રોગો દૂર કરવાને એક જ ઉપાય છે. તે વૈરાગ્યમય જ્ઞાન-ધ્યાન. સર્વ રોગનું મૂળ અજ્ઞાન છે. તે ધ્યાન વડે નાશ પામે છે. ધ્યાનમાં જ્ઞાનસુધારસને અર્ક છે. તે જ્યાં જ્યાં જે જે પ્રકારના વિષયેનાં દર્દો છે તેને નાશ કરે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org