________________
ધ્યાનનું રહસ્ય
૧૫૨ કારણ કે તે બંને તત્વ ભિન્ન છે. ગુલાબ એ સુવાસિત પુષ્પ છે, વળી તેના સૌંદર્યનું દર્શન થાય તે ગંદકી આપણી દષ્ટિમાં કે
સ્મૃતિમાં રહેતી નથી. તેમ સંસારના પ્રવાહમાં રહેતે સાધક એક વાર સ્વરૂપ પ્રત્યે સભાન થઈ જાય તે તેની પવિત્રતા અને ગુણ ટકી રહે છે, અને દુર્ભાવ વિરામ પામે છે. આગળ આગળની ભૂમિકાએ આત્મા સ્વયં શુદ્ધ સ્વરૂપે અભિવ્યક્ત થતું રહે છે. કમે કમે સત્-ચિત્ –આનંદમય સ્વરૂપે પ્રગટ થતું રહે છે તે ચેતનાની શુદ્ધિનું રહસ્ય છે, જે ધ્યાન દ્વારા અનુભવમાં આવે છે.
ધ્યાનની એક પળ પણ શુદ્ધ પ્રકાશમય હોવાથી, શુદ્ધ ચેતનારૂપે પ્રગટ થઈ જીવનને બેધસ્વરૂપ કરી દે છે. “વીજળીના ચમકારે મોતી પરોવી લો પાનબાઈ નહિતર અચાનક અંધકાર થાશે.
–ગંગાસતી-રચિત ભજનમાંથી. વિજળીને ચમકારે આંખના પલકાર જેવા હોય છે. તેવી પળમાં મોતી પરોવવા માટે સમગ્ર ધ્યાન પ્રકાશ, છિદ્ર અને દોરામાં લીન થઈ જાય છે ત્યારે મેતી પરવી શકાય છે. તેમ ધ્યાનની એક ધન્ય પળે, મન વચન કાયાની પ્રવૃત્તિઓ અતિશય શાંત થઈ જાય છે, ત્યારે ધ્યાનદશામાં ઉપગ સ્થિરતા પામે છે. આત્મબોધ વડે વિધાયેલું મન અનંતકાળની અસત્ વાસનાઓને ત્યજી આત્મામાં પરવાઈ જાય છે, અર્થાત્ આત્મજ્ઞાન વડે સ્થિરતા પામે છે. ધ્યાનદશાનું અનુભવરૂપી સંવેદન જ મનના સૂક્ષ્મ દોષને મહદ્ અંશે દૂર કરી નાખે છે. ધ્યાનરૂપ અગ્નિનું આવું રહસ્ય છે. ૦ ધ્યાન એ ભાગને દૂર કરવાને રામબાણ ઇલાજ છે.
વૈજ્ઞાનિક યુગના તબીબી વિજ્ઞાને એવી ઔષધિઓનું સંશોધન કર્યું છે કે તેના ચાહકે તે તે ઔષધિઓને રામબાણ ઈલાજ માને છે અને મનાવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org