________________
ધ્યાનનું રહસ્ય
૧૪૯
છે. તે ચિત્તની સ્થિરતામાં આત્માની નિર્મળતાના અનુભવ થાય છે. નિવૃત્તિ, સત્સંગ, ભક્તિ, સ્વાધ્યાય, મૌન જેવાં સહાયક અને પ્રેરકઅળાના સંચરણથી આત્મભાવની વિશુદ્ધિ થતી રહે છે. તે પછી ધ્યાનનાં અવલંબના દ્વારા શુદ્ધ અવસ્થાની અનુભૂતિ થાય છે.
ધ્યાનના અભ્યાસ સમયે નિર્વિકલ્પ પળેાની આંશિક અનુભવની દશામાં પણુ, જો સત્તામાં રહેલાં કોઈ કર્મોને નિમિત્ત મળી જાય તા સાધકને ક્વચિત્ અંતરાય આવી જાય છે અને સાધકની સ્થિરતા ખંડિત થઈ જાય છે. સત્તામાં રહેલા આ દુર્ભાવા અંતરાય ન કરી જાય તે માટે નિળ જળને જેમ અન્ય પાત્રમાં તારવી લીધું તેમ ધ્યાનના અભ્યાસી અલ્પાધિક થયેલી ચિત્તશુદ્ધિનાં પરિામાને શુદ્ધ અવલંબનેામાં સંલગ્ન રાખવા પ્રયત્નશીલ રહે છે. વળી વ્યાવહારિક પ્રસંગામાં ચિત્ત દુર્ભાવામાં ખેંચાઈ ન જાય તે માટે સાધક અંતરંગ જાગૃતિ અને સમતા રાખે છે. આમ આત્માની શુદ્ધ અવસ્થામય જ્ઞાનધારાના પ્રવાહ વહેતા રહે છે. ધ્યાનમાની સાધનાનુ' ધ્યેય એ છે કે, આત્માની શુદ્ધ અવસ્થા પર અંકિત થયેલા દુર્ભાવાને નષ્ટ કરી સત્તાગત રહેલા શુદ્ધતત્ત્વને પ્રગટ કરવાનુ છે. આ જન્મમાં તેના સુસંસ્કાર ઢ કરવાથી ઉત્તરાત્તર ઊર્ધ્વશ્રેણિ દ્વારા આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રગટતું જાય છે. જ્ઞાનીઓનું કથન છે કે ધ્યાનમા દ્વારા આ શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ સંભવ છે. ૦ યાન ચેાગ—ઉપયાગની સ્થિરતા છે.
અહીં ચાગ અર્થાત્ મન વચન અને કાયાની પ્રવૃત્તિઓ અને ઉપયેગ એટલે આત્માના પિરણામ–ભાવ.
મન, વચન અને કાયાના બહિર્મુખ વ્યાપાર કે પ્રવૃત્તિએ દ્વારા દેહ-પ્રમાણ વ્યાપ્ત આત્મ-પ્રદેશોમાં કંપન થાય છે; અને તે કર્મબંધનનું એક કારણ છે. સૃષ્ટિમંડળની રચના જ એવી છે કે આત્માના શુભાશુભ વિચાર કે પરિણામની ધારા અનુસાર કર્મબંધન થયા કરે છે. આ વિચાર કે પરિણામધારા તે ‘ઉપયોગ’ છે. આમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org