________________
૧૪૮
ધ્યાન : એક પરિશીલન પછી દૂર કરવા કઈ પ્રયત્ન કરતું નથી, તેમ ધ્યાનસાધક-ગીમુનિ સૌને સંસારથી પલટાતી પદાર્થોની અવસ્થાઓ સ્વપ્નવત્ જણાય છે; તેથી તેનાથી મુક્ત થવા તેઓ ધ્યાન દ્વારા શાંતિ અને સુખના માર્ગને ગ્રહણ કરે છે.
ધ્યાનમાગની પ્રાથમિક ગ્યતા કેળવવામાં થેડી કઠિનાઈ લાગે છે. પરંતુ જ્યાં તેને આંશિક અનુભવ થયે કે આત્મા પુલકિત થઈ તે માગને પરમ ઉપાસક થઈ જાય છે અને આ માગે પરમશાંતિ અને સુખ નિઃશંક પામે છે.
જગતમાં પ્રાણી માત્ર સૂક્ષ્મજંતુ કે વનસ્પતિથી માંડીને, પશુ પંખી મનુષ્યાદિ સર્વ જી સુખ ઈચ્છે છે. સામાન્યતઃ સૌ દૈહિક સુખની ચેષ્ટા સુધી પહોંચે છે. સમ્યક વિચારવાનને સાચા સુખને વિચાર ઉદ્ભવે છે, કેઈ વિરલા જીવ તેવા સુખની પ્રાપ્તિ માટે ઉદ્યમી થાય છે. તેને માટે ધ્યાન સહજ સુખદાતા છે. શુદ્ધતાની પરંપરાએ ધ્યાન દ્વારા અવ્યાબાધ સુખની પ્રાપ્તિ થાય છે. ૦ સારું ધ્યાન એ આત્માની શુદ્ધ અવસ્થા છે
આત્મા શક્તિ-અપેક્ષાએ શુદ્ધ છે. અપધ્યાનમાં અર્થાત્ દુર્થોનમાં તેની અવસ્થા અશુદ્ધ હોય છે. ધ્યાનમાં શુદ્ધ અવસ્થા રૂપે આત્માને અનુભવ થઈ જાય છે. એક પાત્રમાં ડહોળાયેલું જળ છે. તે પાત્રને સ્થિર રાખી મૂકીએ તે કચરે નીચે ઠરી જાય છે અને નિર્મળ જળ ઉપર તરી આવે છે. કતકફળ દ્વારા કે તે પાણીને બીજા પાત્રમાં સાવધાનીથી કાઢી લઈએ તે તે નિર્મળ થયેલું જળ ઉપયોગમાં આવે છે. પાત્રને હલાવ્યા કરીએ તે પાણી પાછું ડહોળાઈ જાય છે.
આત્માની વર્તમાન અવસ્થા ડહોળાયેલા પાણી જેવી થઈ ગઈ છે. મલિન ચિત્ત સાથે જોડાયેલા આત્માના ઉપયોગને બાહ્ય જગતના સ્થલ વિષ પ્રત્યેથી પાછા વાળવે. આમ, વિષયે પ્રત્યેથી પાછા વળે કે તારવેલે ઉપગ અંતમુખ થવાથી ચિત્તની સ્થિરતા થાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org