________________
૧૪૬
ધ્યાનઃ એક પરિશીલન ૦ ધ્યાન, એ અંતરાયરહિત મોક્ષને રાજમાર્ગ છે
જ્યારે કોઈ મહાનગરના રાજમાર્ગને જોઈએ ત્યારે સમજાય છે કે, રાજા કે માનવંતા મહાજનેનાં વાહને જે માગે આવે છે અને જાય છે તે માગ કાંટા, કાંકરા, ખાડા, ટેકરા વગેરે અવરોધેથી રહિત હોય છે, અને તે રાજમાર્ગ કહેવાય છે. તેના પર વાહને શીઘ્રતાથી અંતરાય વગર પસાર થાય છે, તેમ સંતે, મુનિઓ, પ્રજ્ઞાવંત સાધક માટે ધ્યાનમાર્ગ એ અંતરાયરહિત રાજમાર્ગ ગણાય છે.
જે કે મહાનગરના રાજમાર્ગે જતાં પહેલાં ઘણું ગલીગૂંચીએ વટાવવી પડે છે, તેમ ધ્યાનમાર્ગમાં પ્રવેશ થતાં પહેલાં પૂર્વનાં સંસ્કારબળે, અસત્ વાસનાઓ, મનની ચંચળતા વગેરે અંતર આડે આવે છે. જે એક વાર ધ્યાનમાર્ગમાં પ્રવેશ થઈ જાય તે પછી જગતના પાર્થિવ સુખદુઃખાદિની લાગણીઓ, તનાવ, દબાવ, વિષયેનું આકર્ષણ, દેહભાવ, અહમ કે મમત્વ જેવા અવરોધે શમતા જાય છે કે દૂર થતા જાય છે. તે પછી આગળની ભૂમિકાએ સાધક શીઘ્રતાથી ઉલ્લાસપૂર્વક આગળ વધે છે. આ આરાધનાના સમયમાં તેનું જીવન પૂર્ણપણે સંવાદિત બની જાય છે.
ધ્યાનમા અધિષ્ઠિત થયેલા સંતને, યોગીઓને કે મુનિજનેને પિતાના અંતરંગ એશ્વર્યનું, તપાદિ સંયમનું અને સમભાવનું સુખ વતે છે. ધ્યાનના રાજમાર્ગ પર આરૂઢ થયેલા પ્રારંભની ભૂમિકાના અધિકૃત સાધકને આત્મિક સમતાના, સુખના, આનંદના અને સમાધાનના અલ્પ અંશે અનુભવમાં આવી શકે છે. તે પછી તેને જગતનાં કર્મ કે ધર્મક્ષેત્રે કશું થવાની, બનવાની, વાસનાઓ શમી જાય છે. સ્પર્ધા, આડંબર, તુલના, માન, મેટાઈ જેવાં દ્રોમાંથી તે મહદ્અંશે મુક્ત થતો જાય છે અને તે અંતરંગ અધર્યને માણે છે. આવું મુક્તપણું ધ્યાનમાગના અભ્યાસ વડે પ્રાપ્ત થાય છે. વળી આગળના વિકાસકામે તેનું સાચું રહસ્ય સમજમાં આવતું જાય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org