________________
૧ ૦૮
ધ્યાન ઃ એક પરિશીલન
ભૂતકાળમાં અમુક વ્યક્તિએ મારી સાથે અમુક વર્તન કર્યું હતું. તે કડવું હતું કે મીઠું હતું. હવે તે વ્યક્તિ મળશે તે હું આમ કહીશ અને આમ કરીશ; અથવા મારે ભવિષ્યમાં અમુક બનવું છે, થવું છે, વગેરે સ્મૃતિઓ અને કલ્પનાએ ઊઠે તે તેને સહજપણે જાણવી, પણ તેમાં તદાકાર થઈ વિચારને લખાવવા નિહ. જાણીને આત્માભિમુખ થઈ તેને ત્યજી દેવા. પ્રારંભમાં થોડી કઠિનતા લાગશે, પરંતુ અભ્યાસ વડે સહજ થશે,
જેમ જેમ નિરીક્ષણમાં--અવલાકનમાં સૂક્ષ્મતા આવશે તેમ તેમ અભ્યાસ વડે નિરીક્ષણ સમયે સાક્ષીત્વ રહેશે. વિચારવિકલ્પો શ્વાસની જેમ આવશે અને જશે, પણ વૃત્તિ તેની સાથે સલગ્ન નહિ થાય તે તે કશે। સંસ્કાર છેડશે નહિ. કર્તા-ભક્તાભાવ શાંત થતે જશે, કારણ કે ત્યાં ઉપયોગની સાવધાનતા છે, છતાં અલ્પકાલીન અભ્યાસ હાવાથી સાક્ષીત્વનું' સાતત્ય ટકતું નથી; જતું રહે અને આવે એમ વારંવાર બન્યા કરે છે. માટે આત્મશ્રદ્ધાપૂર્વક આત્માના જ પરિચય માટે આત્મધ્યે દૃઢ પુરુષાર્થ કરતા રહેવું.
• સ્વનિરીક્ષણ એ અંતરંગ ક્રિયા છે
મનઃશુદ્ધિ પછી સ્વનિરીક્ષણ ઘણું સરળ અને છે. છતાં પૂર્વસંસ્કાર સાધકને વિવશ બનાવે છે. આ સાધનામાં શું પ્રાપ્ત થશે ? કાર્ટ લબ્ધિ, સિદ્ધિ કે અવનવું થશે કે નહિ? આવું મંથન જાગે છે. સાધકે એક વાત સમજી લેવા જેવી છે કે મનશુદ્ધિ અને સ્વનિરીક્ષણ દ્વારા આત્મપરિચય સાધવાના છે. આ કોઇ સેવકમાંથી સ્વામી થઈ જવાની વાત નથી. અંતરપરિવર્તનની આ અંતરંગ ક્રિયા છે. આ માર્ગમાં આગળ વધેલા સાધકની આંતરબાહ્ય ક્રિયામાં એક સમતુલા આવે છે. મિશ્રા સમતારૂપ આંતરબાહ્ય ભેદ રહેતા નથી. જેવું અંતરંગ છે તેવું બાહ્ય વર્તન થઈ રહે છે અર્થાત્ વ્યવહાર અને વાણીનુ સામ્ય પ્રગટે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org