________________
૧૦૬
ધ્યાન : એક પરિશીલના વ્યવહારની કે જીવનની શુદ્ધિ વગર કેવળ કેરી આત્મશુદ્ધિની વાત કરવી મનરંજન છે, શુષ્કજ્ઞાન છે. વ્યવહારશુદ્ધિ, આત્મશુદ્ધિને સહાયક વસ્તુ છે અને આત્મશુદ્ધિનું બળ વ્યવહારને શુદ્ધ રાખે છે. બંને માનવજીવનનાં મહાપ્રાણત છે. માનવ બે પગ વડે ચાલે છે તેમ તેનું મનુષ્યત્વ આ બે અંગે વડે વિકાસ પામે છે. બંને પાસાંની શુદ્ધિ વગર માનવ, ધર્મ પામતું નથી. તે કેવળ વ્યવહારશુદ્ધિવાળે સદાચારી હશે, પરંતુ સાથે આત્મશુદ્ધિ હશે તે તેની આધ્યાત્મિકતા અંતરબાહ્ય બંને પ્રકારે પ્રગટ થશે.
સાચી અંતરદષ્ટિમાં શુદ્ધતાના અંશે છે, તેથી જીવનના પ્રશ્નોનું સમાધાન સહજ બને છે, વળી વાર્થ અને મહજનિત અભિપ્રાયે અને પ્રતિકિયાથી મુક્ત અંતઃચેતના સક્રિય બને છે. તે મુક્ત ચેતનાને ઉપયોગ – વર્તના આત્મજ્ઞાન પ્રાપ્તિને અણસાર આપે છે. તે જ્ઞાન વડે પદાર્થને જાણે, પણ તે પદાર્થ વિષેનાં કલેશિત પરિણામે ચિત્ત પર ઊપજતાં નથી કે તાદાઓ થતું નથી. આવશ્યકતા પૂરતું જ પદાર્થો પ્રત્યે ઉપગ જાય છે. આંતરદષ્ટિ કર્મ ધારાને પાછી વાળે છે, તેડે છે. કદાચ નિમિત્ત મળતાં કષાય ઉત્પન્ન થાય તેવાં પરિણમે સૂફમપણે રહ્યાં હોય ત્યારે પણ આ અંતઃચેતના તે પરિણામેરૂપ થતી નથી, પણ સાક્ષીત્વને ટકાવે છે. તે મન શુદ્ધિનું સાફલ્ય છે. ૦ સ્વનિરીક્ષણ કરતાં પહેલાં, આત્માને જાણે
_ 'एग जाणई से सव्व जाणई.' એક આત્મા જાણો તેણે સઘળું જાણ્યું.”
શ્રી આચારાંગ સૂત્ર. વળી “જ્યાં લગી આતમા તત્વ ચીન્યો નહિ,
ત્યાં લગી સાધના સવ જૂઠી.”
–શ્રી નરસિંહ મહેતા રચિત પદ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org