________________
૭૬
ધ્યાનઃ એક પરિશીલન કોલેજ તેને પ્રવેશ આપે જ નહિ, તેથી પ્રારંભ પહેલા ધોરણથી કરે છે. બુદ્ધિપ્રતિભા સારી હોય તે તે અલ્પ પ્રયાસે આગળ વધે ખરે, પરંતુ અભ્યાસ કરવામાં જે પંદર-વીસ વર્ષને ગાળો વીત્ય તે નિરર્થક નથી ગયે; પરંતુ તેટલાં વર્ષો આગળ વધવા માટે જરૂરી હતાં. તે નિરર્થક થયાં ક્યારે ગણાય કે જે વિદ્યાથી તે વિષયમાં નિષ્ણાત ન થાય અને વચમાં રખડીને સમય વેડફી નાખે. તે પ્રકારે મનુષ્યાત્મા અનાદિકાળનું અજ્ઞાન દૂર કરવા જ્ઞાનાભ્યાસ કરવા અભ્યાધિક સમય માટે નિવૃત્તિ લે, કે અન્ય સાધનેને ઉપાસે તે તે સાર્થક છે. આત્મલક્ષમાં આગળ વધવું તેનું ત્યાં મૂલ્ય છે. મનુષ્ય કમે કમે સાધન વડે માનવ બને, મુમુક્ષુ બને, અને અંતે પૂર્ણતાને પામે તે સાધનાને ગાળો સાધક જીવનનું આવશ્યક અંગ છે. તે પોતાની ભૂમિકા અનુસાર એકાંતમાં કે સમૂહમાં જ્યાં પણ સાધના કરે ત્યાં તેનું જીવન પરમાર્થ માર્ગમાં જ હોય છે. તુચ્છ, શુદ્ર, ક્ષણભંગુર પદાર્થોને આકર્ષણથી તથા સ્વાર્થ અને મેહધતા જેવાં દૂષણથી ઉપર ઊઠવા માટે જ માનવજન્મ છે. જે ભૂમિમાં મહાત્માઓ પૂર્ણતા પ્રકટ કરી ગયા તે ભૂમિને આપણે ધન્ય ગણુએ છીએ. તેવા સંત પાસે આકાંત અને સંતપ્ત જે સુખશાંતિ મેળવે છે. નિવૃત્તિમય દિવ્ય જીવન વિતાવતા એવા સંતને માનવ ઉપર મહાન ઉપકાર છે. આવા નિવૃત્તિમય દિવ્યજીવન દ્વારા તેઓ પવિત્રતા અને સમતા જેવા ગુણે પ્રાપ્ત કરવા જગતના જીને કલ્યાણને માર્ગ ચીંધે છે. કેવી રીતે?
સાધુજનેની ગુપ્ત શિક્ષા
દષ્ટાંત કોઈ ગૃહસ્થ એક સંતને પ્રશ્ન પૂછ્યો કે, ગૃહસ્થ કુટુંબપરિવારને સંભાળે છે; વળી સમાજને ઉપયોગી સત્કાર્ય કરે છે, ત્યારે એક સાધુ નિવૃત્તિ લઈ અંગત સાધના કરે છે, સમાજ તેમને પિષે છે, તેમાં શ્રેષ્ઠ કેણ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org