________________
. આત્મજા
શ્રદ્ધાનું વાવ મટી દેવ
સમ્યગ્દર્શન-જ્ઞાન–ચારિત્રરૂપ ધ્યાને
૭પ. સમાપ્ત થઈ જાય છે. તેઓને પુણ્યને જે કંઈ સુખસાધન મળે. છે તેને તેઓ જાણે છે ખરા, પણ માણતા નથી. વસ્તુના સદ્દઉપયોગ વડે આત્મજાગૃતિપૂર્વક તૃપ્તિ અનુભવે છે.
જૈનદર્શનમાં શ્રદ્ધાનું સ્વરૂપ નિરાળું જ દર્શાવ્યું છે. જે તે યથાર્થ રીતે સમજાય તે માનવ, માનવ મટી દેવ બની જાય; એટલે કે દેવત્વના ગુણને પામે અર્થાત્ સમ્યગદર્શનને પામી જાય છે. તેનું સૂત્ર ગૂઢાર્થ સહિત છે. “તત્વાર્થ શ્રદ્ધાને સમ્યગદર્શન
તત્વાર્થસૂત્ર ૧-૨ આગળ જણાવ્યું તેમ, યથાર્થપણે જે નવતત્વને જાણે, સમજે અને શ્રદ્ધે તે સમ્યગદર્શનધારી છે.
વાસ્તવિક રીતે તે બે જ તત્ત્વ સમજી લે તે બીજાં તત્વે એમાં સમાહિત થઈ જાય છે. આત્મા અને અનાત્માને ભેદ સમજાયા પછી અનાત્માથી મુક્ત થવાની વૃત્તિ તે તત્ત્વશ્રદ્ધા છે, કેઈ મનુષ્ય કહે કે હું આત્માને જાણું છું, પણ તેના નિત્યત્વ આદિ કે જ્ઞાન દર્શનાદિ ગુણે વિષે જાણતા નથી, તે તેણે આત્માને જાણે નથી, અને તેથી તે અનાત્માને જાણી શકતા નથી, અને તેથી અનાત્મા પ્રત્યેના આત્મભાવને ત્યજી શકતા નથી કે દેહભાવને. ત્યજી શકતા નથી. માટે તત્વને યથાર્થ અભ્યાસ ગુરુગમે કરે. એ સાધના જીવનનું અગત્યનું અંગ છે, તે માટે નિવૃત્તિ અને. વૈરાગ્યભાવની અગ્રિમતા હોવી જરૂરી છે.
સાધનાને સમય મહત્વને છે કઈ વકીલ કે ડૉકટર પિતા પિતાના બાળકને જ્યારે પહેલા ધોરણમાં બેસાડે છે, ત્યારે એના મનમાં તે તે બાળક અમુક વર્ષે વકીલ કે ડોકટર થાય તેવી આશા હોય છે, છતાં પ્રારંભ પહેલા ધરણથી કરે છે. જે તે એમ વિચારે કે પચીસ વર્ષે તેને સીધે જ વકીલ કે ડૉકટર થાય તેવી કૉલેજમાં મૂકીશ તે કઈ પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org