SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ 1 $ ક $ ક $ ક $ $ $ ક ક $ ક $ | મુકિતબીજ શુદ્ધિ. આત્માનું સ્વરૂપ તેવું માનવું જોઈએ, કે જેથી તેનામાં બંધ-મોક્ષ, પુણ્ય-પાપ, સુખ-દુ:ખ વગેરે (ભાવો) ઘટે. જો આત્માને એકાન્ત નિત્ય માનવામાં આવે કે એકાન્ત ક્ષણિક માનવામાં આવે, એકાન્ત શુદ્ધ કે એકાન્ત | અશુદ્ધ માનવામાં આવે, શરીરદિથી એકાન ભિન્ન કે એકાન્ત અભિન્ન માનવામાં આવે, તો કેવળ શ્રદ્ધા જ નહિ, કિન્તુ બીજા કોઈ પણ ગુણની, પુણ્ય-પાપની, સુખ-દુ:ખની, કે બંધ-મોક્ષની વાત ઘટી શકતી નથી. શ્રદ્ધા, F| જ્ઞાન આદિ ગુણો કે સુખ-દુ:ખ આદિ અવસ્થાઓ આત્મામાં તો જ ઘટી શકે છે, કે જે તે કથંચિત્ નિત્યા-નિત્ય, કથંચિત શુદ્ધાશુદ્ધ કે કથંચિત્ શરીરાદિથી * ભિન્નભિન્ન સ્વરૂપવાળ હોય. દ્રવ્યથી નિત્ય છતાં પર્યાયથી અનિત્ય, મોક્ષમાં શુદ્ધ છતાં સંસારમાં અશુદ્ધ, 8િ | નિશ્ચયથી ભિન્ન છતાં વ્યવહારથી અભિન, ઈત્યાદિ પ્રકારનો જ આત્માને ન | માનવામાં આવે, તો શ્રદ્ધાદિ ગુણોની કે બંધ-મોક્ષ આદિ અવસ્થાઓની પ્રાપ્તિ-અપ્રાપ્તિનો વિચાર નિરર્થક બને અને એ વિચારોને દર્શાવનારાં શાસ્ત્રો પણ કિલ્પિત ઠરે. શ્રી જૈનશાસનમાં આત્માદિ દ્રવ્યોનું સ્વરૂપ જે રીતે નિત્યાનિત્યાત્મક આદિ ! ખા રૂપે બનાવેલું છે, તે રીતે જો માનવામાં આવે, તો જ મોક્ષમાર્ગનું નિરૂપણ શ્રેય || ઠરે. શ્રધ્યેય પદાર્થોની અને શ્રદ્ધાવાન આત્માની શુદ્ધિની સાથે શ્રી જૈનશાસનમાં શ્રદ્ધ આદિ ગુણોને પ્રગટ કરનારાં સાધનોની પણ શુદ્ધિ બતાવેલી છે. | શ્રદ્ધા ઉત્પન્ન થવાનાં સાધનો શ્રી જૈનશાસનમાં બે પ્રકારનાં કહ્યાં છે. ' || તનિસર્ગાદ્ધિગમાદા અર્થાત્ સમગ્રદર્શનની ઉત્પત્તિ નિસર્ગથી અને | અધિગમથી કહી છે. નિસર્ગ એટલે આત્મા સિવાય બીજા કોઈ પણ સાધનની | જરૂર ન રહે. 1 અધિગમ એટલે આત્મા ઉપરાંત ગુરઉપદેશદિ બીજાં સાધનોની આવશ્યકતા રહે. એકલા નિસર્ગથી કે એકલા અધિગમથી સમગ્રદર્શનની પ્રાપ્તિ માનવામાં પ્રત્યક્ષ બાધ છે. વિશિષ્ટ સંસ્કારી આત્માને પૂર્વજન્મોના શુભ અભ્યાસથી આ જન્મમાં બાહ્ય નિમિત્ત વિના પણ શ્રદ્ધાદિ ગુણોની પ્રાપ્તિ થાય | છે, અને કોઈ જીવને ઉપદેશાદિ મળ્યા પછી જ થઈ શકે છે, માટે એ બંને | પ્રકારોને માનવા એ શ્રધ્ધાના સાધનોની શુદ્ધિ છે. ક $ $ ક $ $ ક $ $ ક $ ક $ ક $ H. 5| Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy