________________
- -
_*
546 |
-
*
Sk
*
sk
*
sto
*
*
S44
*
S44
|
S46
E
S46
મુક્તિબીજા | આમાં વિકલ્પ ઊઠે તો વિશેષજ થઈ જવાનો વિકલ્પો સમાવવા માટે તો આ | મહાસત્તા સામાન્યમાં આવ્યા છીએ એટલે પોતાને માટે અત્યારે પોતા સિવાય બીજુ કાંઈ રહેતું નથી. આ સ્થિતિમાં જેમ વિશેષ વખત સ્થિરતા થાય તેમ, પ્રયત્ન રાખવો. આ સ્થિતિ તે સ્વરૂપ સ્થિતિ છે. છે તે વિકલ્પનું પણ | અભિમાન ભુલાઈ જવાય ત્યારે સ્વરૂપ સ્થિતિજ થઈ રહે છે. એમ મહાત્મા | પુરુષોનો અનુભવ અને સિદ્ધાંત છે. આ ધુવ સત્તામાં સ્થિરતા છે.
- દરેક પદાર્થો ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવ આ ત્રણ સ્થિતિરૂપે છે, તે છે | ત્રણમાંથી આ મહાસત્તા સામાન્યમાં ઉત્પત્તિ, વિનાશના પર્યાયને ગૌણ કરી ધ્રુવ
સત્તા સામાન્યમાં સ્થિરતા કરવામાં આવી છે. પર્યાય ઉપર દ્રષ્ટિ આપતાં વિકલ્પો ઊઠે છે. મૂળ સ્વરૂપમાં વિકલ્પ નથી સોનું એ મૂળ દ્રવ્ય છે, અલંકારો
એ વિશેષ છે. વિશેષમાં વિવિધતાને લઈ સારું, નઠારું, હલકું, ભારે લાંબુ, ટૂંકું Fા વગેરે વિકલ્પો દેખાય છે તથાપિ તેનું મૂળ દ્રવ્ય જે ધ્રુવ સત્તારૂપ છે તેના સામું
લક્ષ આપશો એટલે તે સંબંધી વિકલ્પને અવકાશ મળશે જ નહિ, કારણ સર્વ અલંકારોમાં સોનું જ છે. તે સિવાય અન્ય જણાશે જ નહિ. આ રીતે ધ્રુવ સત્તામાં લક્ષ આપવાથી વિકલ્પો શાંત થઈ સ્વરૂપ સ્થિરતા થશે.
સોની પાસે અલંકારો વેચવા લઈ જાવ ત્યારે સોનીની નજર સોના પર હોય "| છે, અલંકારોના ઘાટ પર (પર્યાયપર) હોતી નથી. તેમ મહાપુરુષો કર્મજનિત ક અવસ્થાને લક્ષ્યમાં લેતા નથી પણ મૂળ સ્વરૂપ પ્રત્યે લક્ષ્ય કરે છે.
આમ કરવાથી દુનિયામાં ધર્મો મત મતાંતરોનો લય તો થઈ જશે એટલું | જ નહિ પણ તમારા મનમાં સંકલ્પવિકલ્પોનો પણ લય થઈ જશે. આ સ્થિતિમાં ખ - આ મહાસત્તાના ધ્યાનમાં સંકલ્પવિકલ્પ વિનાની સ્થિતિનો અનુભવ થાય છે.
એક સ્થળે ચિદાનંદજી મહારાજ કહે છે કે, | “ધન્ય જનોને ઉલટ ઉદધીમું એક બિંદુમેં ડાર્યા
આ વિશેષરૂપ સમુદ્રને ઉલટાવીને સત્તા સામાન્યરૂપ એક બિન્દુમાં જેઓ | નાખી પરમ શાંતિ અનુભવે છે તેઓને ધન્ય છે.
સામાન્ય મહાસત્તાને નહિ જાણનાર, કેવળ પર્યાયનો આશ્રય કરનાર-કેવળ વ્યવહારને માનનાર, નિશ્ચયમાં ભૂલી જનારમાં આ સર્વ છે. જેની દ્રષ્ટિ મહાસત્તા સામાન્ય સુધી લંબાયેલી છે, તે જ્ઞાની પુરુષોને સ્વ-પર જેવું કાંઈ લાગતું
S46
F
S46
F_F_F
S40
S46
|
S46
E
S46
|
S46
F
S46
S46
S46
|
Jain Education International
For Private & Personal Use Only
'WWW.jainelibrary.org