________________
| *
1 5
*
가요
*
가요
가
*
F
가도
G
가도
H
가
5
가
ક
મુક્તિબીજ મિથ્યાત્વની સમજ :
જ્ઞાની પુરુષો ઉપર દ્વેષ કરવો એ જ મિથ્યાત્વ છે. | અનંતાનુબંધ કષાય તેનું જ નામ છે. જ્ઞાની પુરુષોથી વિમુખ થવું એ જ સંસાર વૃદ્ધિનું કારણ છે. મિથ્યાત્વીની નિંદા કરવી તે તો ઊલટો પડેલા ઉપર પાટુ મારવા જેવું થાય છે. તેને આગળ વધારવાની વાત તો દૂર રહી પણ ઊલટો | વિશેષ પાછળ હઠાવ્યો છે. સમદ્રષ્ટિવાળા જીવો આવી પ્રવૃત્તિ કદી પણ કરતા | નથી. તેમનાં હૃદયો ઘણાંજ દયાળુ અને કોમળ હોય છે. તેઓ તો તેને ગમે તે પ્રકારે યોગ્ય રસ્તા ઉપર લાવવા પ્રયત્ન કરે છે. અને ખરી દયા પણ તે જ છે કે સત્યના માર્ગમાં જીવોને આગળ વધારવા, નિંદાઓ કરી તેમને સતુમાર્ગથી | વિમુખ કરવા તે જ્ઞાનીઓનો રસ્તોજ નથી.
શ્રાવકની ભૂમિકા :
શ્રદ્ધા, વિવેક અને ક્રિયા આ ત્રણ અક્ષરો ઉપરથી શ્રાવક નામ પડે છે. તે આત્મશ્રદ્ધા પોતાને છે? હું પોતેજ આત્મા છું એ નિર્ણય તમને થાય છે ? ૪િ પછી તમારામાં સત્ય અસત્યને સમજવાનો વિવેક આવેલો છે ? સાર અસારનો | . નિત્ય અનિત્યનો દુ:ખરૂપ કે સુખરૂપનો ભેદ સમજવાના - કે પારખવા ખા સુધીના તમે વિચાર કરી શકો છો ? ત્યાર પછી સત્ય માર્ગમાં પ્રવૃત્તિ કરવારૂપ
અને અસત્ય દુ:ખરૂપ માર્ગમાંથી નિવૃત્તિ (પાછા હઠવા રૂ૫) કરવાની ક્રિયા તમે કરી શકો છો ? જો આ તમારાથી બની શકતું હોય તો ખરેખર તમે આ | માર્ગના પથિક થવાને લાયક બન્યા છો.
ધર્મ જ્ઞાન વિના હોઈ શકે નહિ, એટલે જ્ઞાનનો વિનય કરવો. મહાન ન પુરુષોએ તત્ત્વનો નિશ્ચય કરેલો હોય છે તે સ્વાનુભવપૂર્વક વસ્તુના કરેલા નિશ્ચયને શ્રુતિ-સિદ્ધાંત કે આગમ કહેવામાં આવે છે. સર્વ મહાન જ્ઞાની પુરુષોનો એકજ સિદ્ધાંત હોય છે અને તે એ છે કે, આ જડ ચૈતન્યમય જગત છે. તેમાં ચૈતન્યરૂપ આત્મા એ જ જ્ઞાતવ્ય એટલે જાણવા યોગ્ય છે અને પ્રાપ્તવ્ય-પ્રાપ્ત કરવા યોગ્ય પણ તે જ છે. જડ ત્યાગ કરવા યોગ્ય છે, તેમાં કરાયેલી આસક્તિ તજવા યોગ્ય છે.
મહાસત્તા સામાન્ય અને વિશેષ સત્તા :વસ્તુનું સ્વરૂપ સામાન્ય વિશેષ બે પ્રકારે છે. વસ્તુના અસ્તિત્વરૂપે એક જ
ક
가
가
가
가
가도
가도
가
가요
5
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org