________________
:
:::
::
:
::::::::
6
5
5
55
56
55
%
$
$
| મુક્તિબીજ છે અશુદ્ધપુંજનો અર્થાત્ મિથ્યાત્વ મોહનીયનો ઉદય થાય તો મિથ્યાત્વ પામે છે. છતાં એક વાર ઉપશમ સમકિત પામેલો પડવાઈ થાય તો પણ તે જીવ પુન:સમકિતને ધારણ કરી આત્મવિશુદ્ધિ કરતો અલ્પભવમાં મુક્ત થાય છે. તત્વાર્થ શ્રધ્ધાન માટે તત્ત્વોનું સંક્ષિપ્ત સ્વરૂપ જણાવે છે. તત્ત્વોનું સંક્ષિપ્ત સ્વરૂપ :
જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ સાત તત્ત્વો છે. આ | ગ્રંથમાં આ સાત તત્ત્વોનું જુદી જુદી દૃષ્ટિએ વર્ણન કરવામાં આવેલ છે.
(૧) જીવ :- જે જીવ, પ્રાણોને ધારણ કરે તે જીવ પ્રાણના દ્રવ્ય અને ભાવ એમ બે ભેદ છે. પાંચ ઇન્દ્રિયો, ત્રણ યોગ (મન - વચન-કાય), શ્વાસોચ્છવાસ અને આયુષ્ય એ દશ દ્રવ્યપ્રાણ છે. આત્માના જ્ઞાન-દર્શન આદિ | સ્વાભાવિક ગુણો ભાવપ્રાણ છે. સંસારી જીવોને બંને પ્રકારના પ્રાણ હોય છે.
મુક્ત (સિદ્ધ) જીવોને કેવળ ભાવપ્રાગ હોય છે. આત્મ જ્ઞાનાદિ સ્વરૂપ, * સ્વપરપ્રકાશક છે. | (૨) અજીવ :- જે પ્રાણ રહિત હોય, અર્થાત જડ હોય તે અજીવ.
અજીવ તત્ત્વના ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય F\ અને કલ એમ પાંચ ભેદ છે. તેમાં પુદગલરૂપી છે - વર્ણ ગંધ, રસ અને | સ્પર્શથી યુક્ત છે. જયારે ધર્માસ્તિકાય આદિ અરૂપી છે. - વર્ણાદિ રહિત છે.
રૂપી દ્રવ્ય જો સ્થૂલ પરિણામી હોય તો ચક્ષુ આદિ ઇન્દ્રિયોથી જાણી શકાય છે. પક અરૂપી પદાર્થો સૂક્ષ્મ પરિણામી હોવાથી ઈન્દ્રિયથી જાણી શકાય નહિ. આપણને આંખોથી જે કાંઈ દેખાય છે તે સર્વ રૂપી પુલરૂપ અજીવ તત્વ છે.
આસ્રવ :- કર્મોને આત્મામાં આવવાનું દ્વાર એ આસવ છે. મન, વચન | અને કાયાની શુભાશુભ પ્રવૃત્તિ એ દ્રવ્ય આસવ છે. મન - વચન - કાયાની | પ્રવૃત્તિમાં કારણભૂત જીવના શુભ-અશુભ પરિણામના અથવા | મન-વચન-કાયાની પ્રવૃત્તિથી ઉત્પન્ન થતા જીવના શુભ - અશુભ પરિણામ 8 |_| તે ભાવ આસવ છે. અથવા આસવ એટલે કર્મોનું આત્મા પ્રદેશો સાથે ગ્રહણ | થવું. કર્મોનું આત્મામાં આગમન એ દ્રવ્ય આસવ અને દ્રવ્ય આસવમાં | કારણભૂત મન - વચન - કાયાની શુભ – અશુભ પ્રવૃત્તિથી થતા ભાવ તે ભાવ આસવ છે.
$
$
$
$
:
$
$
*
$
*
$
ર૯
$|
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org