________________
卐
5
ગુણવૃત્તિ વિરોધથી દુ:ખ - ગુણવૃત્તિ એટલે ગુણોની વૃત્તિ-ગુણોનું
卐
પરિણામકાર્ય, સત્ત્વ, રજસ અને તમસ એ ત્રણ ગુણો છે. સુખ, દુ:ખ, અને
← મોહ એ ત્રણે અનુક્રમે સત્ત્વ, રજસ્, ને તમસ એ ત્રણે ગુણની પરિણામવૃત્તિ છે. આથી સુખ, દુ:ખ ને મોહ એ ત્રણ ગુણવૃત્તિ છે.
卐
સંસ્કારથી દુ:ખ- સંસ્કારના કારણે પણ વિષયસુખ દુ:ખ રૂપ જ છે. | કારણ કે વિષયસુખોનો અનુભવ કરવા છતાં દુ:ખના સંસ્કારોથી નિવૃત્તિ થતી નથી, બલ્કે તેની વૃદ્ધિ થાય છે. મજૂર થાક લાગવાથી એક ખભા ઉપર રહેલા ભારને બીજા ખભા ઉપર નાખે છે, તો શું તેનો ભાર દૂર થાય છે ? બસ એ જ પ્રમાણે વિષયસુખના ઉપભોગથી દુ:ખ દૂર થવાનો આભાસ થાય છે પણ ૐ વાસ્તવિક રીતે દુ:ખ દૂર થતું જ નથી. આથી વિષય દુ:ખ રૂપ જ છે.
5
મુક્તિબીજ
ગોળાની જેમ ઇન્દ્રિયો સદા અતૃપ્ત જ રહે છે. અત્યંત તપેલા લોઢાના ગોળા ઉપર જેમ જેમ પાણીનાં ટીપાં નાખતાં જઈએ તેમ તેમ પાણીનાં ટીપાં ચૂસાતાં | જાય છે અને લોઢાનો તે ગોળો તપેલો જ રહે છે. એ પ્રમાણે ઇન્દ્રિયો ગમે તેટલું વિષયસુખ પ્રાપ્ત થવા છતાં અતૃપ્ત રહે છે.
5
આથી સુખરૂપ ગુણવૃત્તિ વખતે દુ:ખરૂપ ગુણવૃત્તિ પણ રહેલી જ હોય છે. ૬ માત્ર અભિભૂત હોય છે. જયારે પાપનો ઉદય થાય છે ત્યારે દુ:ખરૂપ ગુણવૃત્તિ ઉદ્ભૂત બને છે અને સુખરૂપ ગુણવૃત્તિનો અભિભવ થાય છે. આ પ્રમાણે | સુખવૃત્તિ એટલે કે સુખ દુ:ખાત્મક રજોગુણથી મિશ્રિત સત્ત્વગુણ પરિણામ હોવાથી દુ:ખ રૂપ જ છે.
આ ત્રણે ગુણોને શાંત કરીને તાત્ત્વિક ગુણનો વિકાસ તે અધ્યાત્મ વિકાસ છે.
5
卐
Jain Education International
બ
સત્ત્વગુણનું પરિણામ કાર્ય સુખ છે. રજોગુણનું પરિણામ દુ:ખ છે. તમોગુણનું પરિણામ મોહ છે. સુખ, દુ:ખ અને મોહ એ ત્રણ ગુણવૃત્તિઓ પરસ્પર વિરુદ્ધ હોવા છતાં સાથેજ રહે છે. આ ત્રણ ગુણવૃત્તિઓ પરસ્પર વિરુદ્ધ છે, એટલે કે તેમનામાં પરસ્પર અભિભાવ્ય અભિભાવક ભાવ છે. આથી | જયારે જે ગુણવૃત્તિ ઉદ્ભૂત પ્રગટ બને છે તે ગુણવૃત્તિ અન્ય ગુણવૃત્તિનો અભિભવ કરે છે. જયારે પુણ્યની પ્રબળતાથી સુખરૂપ ગુણવૃત્તિ ઉદ્ભૂત બને છે ત્યારે દુ:ખરૂપ ગુણવૃત્તિનો અભિભવ - તિરોભાવ થાય છે પણ દુ:ખવૃત્તિનો સર્વથા નાશ નથી થતો.
For Private & Personal Use Only
*5
૨૪
*મ
S4
બ
*15
S4E
ૐ
946
ૐ
9.
*ક
H
H
苦
www.jainelibrary.org