SearchBrowseAboutContactDonate
Page Preview
Page 28
Loading...
Download File
Download File
Page Text
________________ E $ F $ $ F $ G $ H 5 $ 5 $ 5 $ મુકિતબીજ - રાજય મળવું, ચક્રવર્તી થવું કે ઇન્દ્રપણું મેળવવું દુર્લભ કહ્યું નથી. પણ | બોધિરત્ન (સમ્યગદર્શન) પ્રાપ્ત કરવું દુર્લભ છે. જેવી રીતે તત્ત્વોનું સ્વરૂપ કહેલું છે તેવી જ રીતે સંક્ષેપથી કે વિસ્તારથી || તેને બોધ થવો તેને વિદ્વાન પુરુષો સમગ્રજ્ઞાન કહે છે. - સામાન્યત: ચાર ગતિમાં સમકિત પ્રાપ્તિની સંભાવના છે. આ વિષમ અને વિકટકાળમાં સંસારપરિભ્રમણના કારણરૂપ મિથ્યાત્વ શું છે તે સમજાવું | મનુષ્યને અઘરું છે, તેમજ સમકિતના સ્વરૂપની યથાર્થ શ્રદ્ધા થવી જ દુર્ધટ છે; તો પછી સમ્યગદર્શન અને જ્ઞાનની સાક્ષાત્ પ્રાપ્તિ દુર્લભ હોય તેમાં | આશ્ચર્ય શું? સંસારમાં જીવો મિથ્યાત્વરૂપી ગ્રંથિથી બંધાયેલા છે, તે મિથ્યાત્વના દોષથી - તે ચતુર્ગતિમાં ભ્રમણ કરી મહદ્અંશે દુ:ખનો અનુભવ કરે છે. વળી, મિથ્યાત્વ શું છે તે જીવ જાણતો નથી. એવું અજ્ઞાન તેને ભૌતિક જગત પ્રત્યે આકર્ષણ | ઊભું કરે છે. આ મિથ્યાત્વ શું છે? (૧) મિથ્યાત્વ એટલે વિપરીત માન્યતા કે વિપર્યાયબુદ્ધિ. કા (૨) અસને સત્ સમજવું તે; સને અસત્ સમજવું તે. - (૩) દેહમાં આત્મબુદ્ધિ-દેહ તે હું છું તેવી માન્યતા. (૪) આત્મામાં દેહબુદ્ધિ, રાગાદિ પર્યાયમાં પોતાપણું, સુખદુ:ખાદિમાં આત્મભાવ. (૫) અસત્ પદાર્થોમાં કે દેહાદિમાં સુખબુદ્ધિ. (૬) સત્-આત્માથી વિમુખતા કે તેનું વિસ્મરણ. IF (૭) અસદેવ, અસગુરુ અને અધર્મમાં આસ્થા કે આદર. (૮) સદેવ, ગુરુ અને સધર્મમાં અનાસ્થા કે અનાદર. (૯) તત્ત્વ-સંબંધી એકાંત માન્યતા, વગેરે અનેક પ્રકારે જાણવું. (સદેવ સર્વજ્ઞ વીતરાગ, સદ્ગુરુ નિગ્રંથમુનિ, સધર્મ = છ દ્રવ્ય તથા નવતત્ત્વની શ્રદ્ધા અને વીતરાગનાં વચનમાં ધર્મમય આજ્ઞાનો આદર મુખ્યત્વે દયારૂપ ધર્મ) 5 $ $ 5 $ F $ F $ $ VF $ $ F $ F Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy