________________
5
5
૧
ભારતનાં મુખ્ય દર્શનોએ પરમતત્વને સ્વીકાર્યું છે, એ પરમતત્વ શું છે, કે જેને માટે ઋષિમુનિઓએ હાડ ગાળી નાખ્યાં, સંતોએ સુખોને તિલાંજલિ આપી, ૪ તત્ત્વચિંતકોએ તે તત્ત્વને અચિંત્ય કહ્યું, મહાત્માઓએ તેની પ્રાપ્તિ માટે જન્મોને તેની સામે હોડમાં મૂકી દીધા. કયા રહસ્યે તેઓને આકર્ષી લીધા કે તેઓ TM દુનિયા પ્રત્યેથી વિમુખ થઈ પરમતત્ત્વની સન્મુખ થયા. આશ્ચર્ય ! અદ્ભુત ! તે તત્ત્વ એટલે મોક્ષ-શાશ્વત સુખ: પરંતુ બુદ્ધિવર્ધક યુગમાં લોકો કહે છે કે મોક્ષ કોણે દીઠો છે ? તે તો અમારે માટે પરોક્ષ છે, અને આ ઇંદ્રિયસુખ તો || પ્રત્યક્ષ છે.
卐
卐
卐
દુર્યોધને એમજ કહ્યું હતું કે આ સેના અને સંપત્તિ મળતાં હોય તો જોયું જશે. એકલા કૃષ્ણથી આપણને શું લાભ થવાનો છે ? અર્જુને વિચાર કર્યો કે ૐ શ્રીકૃષ્ણ હશે તો સઘળું છે. આ વાત જૂની નથી, પરંતુ સનાતન-સત્ય છે. આજે આપણી પારાશીશી માપવાનાં આ બે પ્રતીકો છે. આપણાં નામઠામ ગમે તે પણ લક્ષણથી જીવન કળાય છે.
મુક્તિબીજ
5
ભગવાને આ કાળને દુઃખમ કહ્યો છે કારણ કે જીવો સવિશેષ ભૌતિક સુખવાદી થશે, ધર્મસુખવાદી નહિ બને. ધર્મ ફાલ્યો ઘણો જણાશે પણ મર્મ નહિ હોય. માનવમન ઘણું હીન અને દીન બની જવા પામ્યું છે. માનવજીવનની એક એક પળમાં સત્ય પ્રગટ થાય તેવું સામર્થ્ય છતાં જીવ તેનો વિચાર કેમ કરતો નથી ? કારણ કે તેને અંતરની સમશ્રેણીના સુખની ખબર નથી. એ સુખનાં સાધનો નીચે મુજબ છે :
સમ્યગ્દર્શન વિષેની સરળ સમજ ( વિષયમાં પ્રવેશ )
5
સમ્યગ્દર્શન = સમ્યગ્ શ્રદ્ધા- સમ્યગ્ દ્રષ્ટિ- સાચું જોવું. સમ્યજ્ઞાન = સમ્યગ્ બોધ- સમ્યગ્ સમજ, સાચું જાણવું.
સભ્યશ્ચારિત્ર = સમ્યગ્ આચરણ, સમ્યગ્ વર્તન, સાચું કરવું વગેરે. જયારે મિથ્યાત્વ આદિથી મુક્ત થઈ જીવ પ્રથમ સમ્યગ્-દર્શન અને જ્ઞાનને પ્રાપ્ત કરે છે ત્યારે ક્ષીર-નીરવત્ રહેલા ચેતન-અચેતનના ભેદજ્ઞાનનો તેને આંશિક અનુભવ થાય છે.
5
卐
Jain Education International
For Private & Personal Use Only
946
946 946 94%
5
546
946
»bs
K
546
546
55
H
946
546
ॐ
www.jainelibrary.org