________________
|
$
$
$
$
_F_F_F_F_F_F_F_F
$
$
%
મુક્તિબીજ ભેદશાની મહાત્મા પોતાના આત્માથી ભૂત, ભાવિ, અને વર્તમાન કર્મબંધ, અને રાગાદિ ભાવબંધને ભિન્ન કરી, બળપૂર્વક પુરૂષાર્થ કરી મોહને દૂર કરી 8 | _| અંતરંગમાં ડૂબકી મારે છે. ત્યારે તેને આત્મદેવ પ્રગટ થાય છે. તે આત્મા નિશ્ચળ, કર્મક્તકરૂપી કાદવથી રહિત અને અવિનાશી છે, તે સ્વયં અનુભવમાં આવે છે.
હે ચેતન તું મરણીઓ થઈને પણ આત્મતત્વનો જીજ્ઞાસુ થા. શરીરાદિ સર્વ મૂર્તિક પદાર્થોનો મોહ છોડી, બે ઘડી માટે તેનો સાક્ષી - પડોશી થા. તે સર્વ | તારાથી ભિન્ન છે તેમ જાણ. જેથી સ્વયં આત્માને સ્વસ્વરૂપમાં રમતો અવલોકી, શરીરાદિનો મોહ શીધ છોડી દઈશ
ઉજજવલ દ્રઢ ચિત્તથી ચારિત્ર ધારણ કરનાર મોક્ષાર્થી મહાત્માએ નિરંતર ૪િ આવા સિદ્ધાંતનું સેવન કરવું જોઈએ કે હું સર્વદા એક શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. જે જે રાગાદિભાવ પ્રતિભાસે છે તે મારાથી ભિન્ન છે તે રૂપ હું નથી, તે મારા નથી. |
ભેદવિજ્ઞાની આત્મા સમતાભાવને દ્રઢપણે આરાધી પોતાના આત્મામાં આત્માનો નિશ્ચય કરી આનાદિકાળથી એકત્વ ધરાવતા જીવ અને કર્મને ભિન્ન | કરે છે.
વાસ્તવમાં હે આત્મન ! તું પોતાના આત્માની સમતાભાવની સાથે એવી અતિ દ્રઢ ભાવના કર કે જેથી પદાર્થોના સમૂહને રાગદ્વેષથી જોવાનું જ બંધ થઈ જાય.
સમતાનું સ્વરૂપ શું છે? જેના ધારણ થવાથી આશાઓ શીધ નાશ પામે છે. અવિદ્યા-અજ્ઞાન ક્ષણમાં ક્ષીણ થઈ જાય છે. ચિત્તરૂપી સર્પની વાંકી ચાલ મરણ પામે છે.
આવો સમતાનો આનંદ કોણ અનુભવે છે? જે મહાત્માનું ચિત્ત મહેલોને અને સ્મશાનને જોઈ, કોઈ સ્તુતિ કરે કે નિંદા | | કરે, કઈ કાદવ છાંટે કે કેસરથી વિલેપન કરે, સુંદર પાટ મળે કે કાંટાયુક્ત || શા મળે, કનકમણિ મળે કે પાષાણ મળે, દુર્બળ કે સુંદર સ્ત્રી જોવા મળે,
આવા અનેક અનુકૂળ કે પ્રતિકૂળ સંયોગો મળે, છતાં મહાત્માને રાગદ્વેષના | વિકલ્પો સ્પર્શ કરતા નથી.
F
^$
F
$
F
$
E
$
F
$
E
5
F
5 56
F
F
5
૨૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org