________________
|
F.
$
$
E
$
H
$
G
$
F
$
E
$
_F
$
*
$
મુક્તિબીજ . તે તે ક્રિયા સાથે એકત્વ ભાવ હોવા છતાં તે એક ભાવોને અત્યાર સુધી ન જાણતો ન હતો તે હવે તે ભાવોને તે સ્વરૂપે જાણતો થયેલો છે.
સાત તત્ત્વોનું યથાર્થ શ્રદ્ધાન વ્યવહાર સમ્યગ્દર્શન છે. તેવી રીતે સાચાદેવ સાચા ગુરુ, સાચા શાસ્ત્રોનું વ્યવહાર શ્રદ્ધાન સમ્યગ્દર્શન છે. દેવ ગુરુ શાસ્ત્રની | સહાયતાથી પદાર્થોનું જ્ઞાન થાય છે, અને વ્યવહાર સમકત્વનું સેવન થાય છે. | માટે પ્રથમ વ્યવહાર સમ્યકત્વી થવું યોગ્ય છે.
વ્યવહાર સમકત્વના સેવનથી નિશ્ચય સમ્યકત્વ પ્રાપ્ત થશે તે માટે ચાર | કર્તવ્ય નિત્ય આચરવા.
૧ દેવભક્તિ, ગુરુસેવા, સ્વાધ્યાય, સામાયિક.
દેવભક્તિ : જિનેન્દ્ર અરિહંત, કે સિદ્ધ ભગવંતની સૂતિ પૂજા, કે ધ્યાન Mી કરવાથી ભાવની શુદ્ધિ થાય છે. અને સંસારથી મુક્ત થવાનો નિર્ણય થાય છે.
ગુરુસેવા : ગુરુભગવંતના શરણે રહેવાથી, તેમનો બોધ ગ્રહણ કરવાથી તેમની આજ્ઞાને આધીન રહેવાથી જ્ઞાનચક્ષુની પ્રાપ્તિ થાય છે.
સ્વાધ્યાય : અત્યંતર તપ છે. જિનવાણીના શ્રવણ અને અભ્યાસથી તત્ત્વજ્ઞાન બુદ્ધિ પર અસર થાય છે. અધ્યાત્મજ્ઞાન પ્રગટ થાય છે.
સામાયિક : શક્ય તેટલીવાર સામાયિક કરવું સામાયિક કરવાથી જીવના રાગદ્વેષ મંદ થાય છે અને જીવ સમતામાં આવે છે.
સાથે નીતિપૂર્વક આચાર, ઇન્દ્રિયો પર સંયમ, ભોગ પ્રત્યે વૈરાગ્ય જેવા ખા ગુણો ધારણ કરવાથી એવો સમય આવે છે કે અનંતાનુબંધી કષાય ક્ષીણ થઈ | મિથ્યાત્વ મોળું પડી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
સૂર્યના કિરણ પ્રગટ થતાં અંધકાર દૂર થાય છે તેમ જે સમયે સમ્યગ્દર્શન - રૂપી કિરણ પ્રગટ થતાં જીવનું અજ્ઞાન કે મિથ્થારૂપી અંધકાર દૂર થાય છે.
જ્ઞાન સમજ્ઞાન બને છે. સમ્યમ્ ચારિત્ર પ્રગટ થાય છે. અનંતાનુબંધી કષાય ઉપશમે છે.
સમ્યકત્વ પ્રગટ થતાં સ્વાનુભવદશા ગુણસ્થાનકના કમથી પ્રગટ થાય છે, તે |. | સમયે ઈન્દ્રિયાતીત આનંદનો પ્રતિભાસ થાય છે. તેવા સહજ સુખની પ્રાપ્તિને
કારણે ઇન્દ્રિયજનિત સુખો તુચ્છ લાગે છે. વિશેષ પુરુષાર્થ પ્રગટ થતાં જીવ 1 મો પ્રત્યે આગળ વધે છે.
*
$
*
$
*
$
$
*
$
$
$
*
$
$
5|
૨૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org