________________
5
5
卐
5
જૈન આગમ પ્રથમાનુયોગ કરણાનુયોગ, ચરણાનુયોગ અને દ્રવ્યાનુયોગના, ભેદથી ચાર પ્રકારના છે. આ અનુયોગોમાં જુદા જુદા દ્રષ્ટિકોણથી સમ્યગ્દર્શનના સ્વરૂપની ચર્ચા કરી છે.
પ્રથમાનુયોગ અને ચરણાનુયોગમાં સમ્યગ્દર્શનનું સ્વરૂપ પ્રાયે કરીને આ પ્રમાણે બતાવ્યું છે કે સત્ દેવ, સત્ શાસ્ત્ર, સત્ ગુરુની ત્રણ મુઢતાઓ ૐ અને આઠ મદો રહિત તથા આઠ અંગોની સાથે શ્રદ્ધા કરવી તે સમ્યક્ દર્શન છે, વીતરાગ, સર્વજ્ઞ અને હિતોપદેશી વ્યક્તિ સત્ દેવ કહેવાય છે. જૈન 5 આગમમાં અરિહંત અને સિદ્ધપરમેષ્ઠીની દેવસંજ્ઞા છે. વીતરાગ સર્વજ્ઞ દેવની દિવ્યધ્વનિમાંથી નીકળેલા તથા ગણધર આદિ દ્વારા રચાયેલા અને આચાર્યોના દ્વારા લખાયેલા આગમ શાસ્ત્ર કહેવાય છે,
卐
મુક્તિબીજ
અનુયોગો અનુસાર સમ્યગ્દર્શનના વિવિધ લક્ષણો
(પૂ સમંતભદ્ર આચાર્યશ્રી રચિત રત્નકરંડ શ્રાવકાચાર હિંદી પરથી ગુજરાતી અનુવાદ)
વિષયોની આશાથી અલિપ્ત નિગ્રંથ નિષ્પરિગ્રહ એવા જ્ઞાનધ્યાન અને તપમાં લીન સાધુ ગુરુ કહેવાય છે . અમારું લક્ષ્ય મોક્ષ છે, એની પ્રાપ્તિ આ દેવ, શાસ્ત્ર, ગુરુના આશ્રયથી મળી શકે છે તેથી તેની દૃઢ શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. ભય, આશા, સ્નેહ અથવા લોભને વશીભૂત થઈને ક્યારેક પણ કુદેવ, કુશાસ્ત્ર અને કુગુરુઓનો || વિશ્વાસ નહિ કરવો જોઈએ.
15
卐
-
દ્રવ્યાનુયોગમાં મુખ્યત્વે દવ્ય, ગુણ, પર્યાયનું નિરૂપણ કરેલું છે, જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એમ સાત તત્ત્વો તથા પુણ્ય, પાપ સહિત નવ પદાર્થોની ચર્ચા આવે છે. તેમજ દ્રવ્યાનુયોગમાં સમ્યગ્દર્શનનાં લક્ષણ તત્ત્વાર્થે શ્રદ્ધામાં બતાવ્યાં છે. તત્ત્વરૂપ અર્થ અથવા તત્ત્વ જુદા જુદા વાસ્તવિક સ્વરૂપ સહિત જીવ, અજીવ, વગેરે પદાર્થોની શ્રદ્ધા કરવી તે સમ્યગ્દર્શન છે. અથવા પરમાર્થરૂપથી જાણેલા, જીવ, અજીવ, પુણ્ય, પાપ આશ્રવ, સંવર નિર્જરા, બંધ અને મોક્ષ એ નવ પદાર્થો સમ્યગ્દર્શન છે .
Jain Education International
For Private & Personal Use Only
૨૦૬
946 946
946
H
946
94e
*15
H
K
K
94%
SHE
H
946 946
ક
www.jainelibrary.org