SearchBrowseAboutContactDonate
Page Preview
Page 215
Loading...
Download File
Download File
Page Text
________________ [ ન મુકિતબીજ, ક % - અs * $ * $ $ $ * $ * $ તેના કારણે જીવને જે સંસાર ગમતો હતો, તેને બદલે મોક્ષ અને મોક્ષના || ઉપાયો ગમે છે. સંસાર વિશેષ નિર્ગુણ લાગે છે. પુરુષો પ્રત્યે પ્રેમ જાગે છે. સત્સંગ વધારે છે. આ ભવ સર્વ દુઃખરૂપ છે તેનો ઉચ્છેદ કેમ થાય ? અને કેવી રીતે થાય ? શિષ્ટપુરુષોની વાણી જ પ્રમાણ છે. માટે તેને સાંભળવી | જોઈએ, અનુસરવું જોઈએ, ઈત્યાદિ દ્રષ્ટિ બદલાય છે. શાસ્ત્રમાં આવી | આત્માની બદલાતી દ્રષ્ટિને મિત્રા - તારા - બલા અને દીપા દ્રષ્ટિ કહેલી છે. | આ જીવ અનાદિકાળથી મિથ્યાદ્રષ્ટિ તો હતો જ, પરંતુ દોષોને છોડીને ગુણવાળું ચિત્ત અને જીવન હવે જે બન્યું છે. માટે મિથ્યાદ્રષ્ટિ અવસ્થામાં "ગુણસ્થાનક પશું તો નિશ્ચયનયથી તો હવે જ આવ્યું છે અત્યાર સુધી લૌકિકગુણોને લીધે | વ્યવહારનયથી ગુણસ્થાનકપણું હતું. પરંતુ માર્ગ તરફ જવાના ગુણો હવે | આવ્યા છે. માટે ગુણસ્થાનકું એવું નામ હવે સાર્થક બને છે. રાગ દ્વેષની ગ્રન્થિ જે આત્માએ ભેદી છે, તેનું ચિત્ત મોક્ષમાં હોય છે. અને ! | શરીર જ માત્ર સંસારમાં હોય છે. તે આત્માને અહિ સર્વે યોગ પણ ભાવથી હોય છે. - પ્રથમ ગુણસ્થાનકને સામાન્યથી જે "ગુણસ્થાનક કહેલું છે, તે સર્વ આ અવસ્થામાં જ મુખ્યપણે ઘટે છે, કારણ કે અહિ જ ગુણસ્થાનક શબ્દનો | અન્યર્થ (સાચો અર્થ) ઘટી શકે છે. ૩. અનિવૃત્તિકરણ : જે અપૂર્વકરણ કરે છે તે હવે સમજ્યુ પામ્યા વિના પાછો આવતો નથી. એકવખત મોહ મન્દ પડે તો તેની માતા અને આત્માની પ્રબળતા વધતી જ જાય છે. ચરમાવર્તના પશ્વાદ્ અર્ધભાગમાં મિથ્યાદ્રષ્ટિ ગુણઠાણે રહેલો આ | આત્મા અપૂર્વકરણ ર્યા પછી તીવ્ર વૈરાગ્યબળે સંવેગ-નિર્વેદપૂર્ણ અધ્યવસાયોના 4 | બળે ત્રીજું અનિવૃત્તિકરણ કરે છે. જે કરણમાં એકસમયવર્તી જીવોના અધ્યવસાયો પરસ્પર નિવૃત્તિ-તફાવત | વિનાના છે, તે અનિવૃત્તિકરણ કહેવાય છે. આ કરણમાં આવેલા જીવો | પ્રતિસમયે અનંતગુણી વિશુદ્ધિ વડે આગળ વધે છે. જેમ જેમ વિશુદ્ધિ |૧ ભુખ્યા બ્રાહ્મણને જેમ ઘેબરનું ભોજન ગમે તેમ મોક્ષની તીવ્રાભિલાષા તે સંવેગ. *|ર સંસારની ચારેગતિ બંદીખાનું છે એમ સમજી તેમાંથી ઉદ્વેગપરિણામ તે - નિર્વેદ | * $ * $ * $ $ * F $ E $ F $ $ $ ૧૯૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy