________________
*
HI
G
$
F
$
E
“5
F
5
E
5
VF
5
_f
5
મુક્તિબીજ જ્યારે દેહ જ પોતાનો નથી ત્યાં એના વડે પોતાના જીવનનું અસ્તિત્વ માનવું એ અજ્ઞાનદશા છે. • મિથ્યાત્વ છે. ખેર ! કર્મના ઉદયે દેહમાં રહેવું 8િ) | _| પડે તો તે વાત જુદી છે. બાકી વાસ્તવિક તો, દેહના અસ્તિત્વ વિના જ
આત્માનું ખરું અને સાચું અસ્તિત્વ છે. સિદ્ધદશા એટલે દેહના અસ્તિત્વ | વિનાની દશા સિદ્ધ ભગવંતો દેહાતીત છે, એ જ દશાને પોતાની શુદ્ધ દશા માને તે સમ્યગદ્રષ્ટિ, અને આગળ દેહભાવ રહિત જીવન વ્યવહાર તે સમગ્ર ચારિત્ર્ય. - આપણો દેહ પુગલ રાશિના એક અંશરૂપ છે. તે આપણો નથી. જે આત્માઓ પુદગલમાં સ્વરુપ બુદ્ધિ રાખે છે, સુખબુદ્ધિ અને ભોગવૃત્તિ રાખે છે, તે તેમની અનાત્મદશા અર્થાત અજ્ઞાનદશા છે, અને એવી બુદ્ધિને મિથ્યાત્વ | | બુદ્ધિ જણાવેલ છે. સમગદ્રષ્ટિએ આ દેહનો, સાધનામાં સાધન તરીકે ઉપયોગ
કરી લેવો જોઈએ. સાધકની સાધના સિદ્ધ થયા બાદ સાધના અને સાધન ખા બને છૂટી જશે. આયુષ્ય પૂર્ણ થયે અજન્મા થવાશે. નિર્વાણ થતાં દેહનો | પરિત્યાગ થશે અને નવો દેહ ધારણ કરવાનો નહિ રહેશે. નિર્વાણનો અર્થ જ | નિ = નહિં, વાન = શરીર,
જેમ ચક્રવર્તી પુણ્યના ઉદય વખતે ભેદશાનથી સમ્યકત્વ પામી શકે છે, "| તેમ નારકનો આત્મા પોતાના પાપના ઉદય વખતે ભેદજ્ઞાનથી સમ્યકત્વ પામી
શકે છે. ભલે પુણ્ય અને પાપ સામસામા વિરોધી તત્ત્વો હોય છતાં તેના ઉદય વખતે સમકત્વ પામી શકાય છે. કારણ કે આત્મા તો પુણ્ય અને પાપથી પર છે. માત્ર બદ્ધ સંબંધને કરીને પુણ્ય પાપ કર્મથી જોડાયેલો છે.
જેમ આત્મા દેહથી ભિન્ન છે તેમ આત્મા પુણ્યકર્મ અને પાપકર્મથી પણ પરમાર્થથી ભિન્ન છે.
પુણ્યના ઉદયમાં એટલે શાતા વેદનીય આદિ શુભ પ્રકૃતિના ઉદયમાં દાં સમ્યકત્વ, એટલે પર પદાર્થોમાં સુખબુદ્ધિ અને ભોગવૃત્તિ નહિ તેમજ પાપના
ઉદયમાં અશાતા વેદનિય આદિ અશુભ પ્રકૃતિના ઉદયમાં સમ્યકત્વ એટલે | દુ:ખમાં દુ:ખ બુદ્ધિ નહિ, અને દુ:ખથી ઉદ્વેગની વૃત્તિ નહિ.
“ભેદજ્ઞાન એટલે સુખ અને દુઃખ એ બેયથી પોતાને પર એટલે કે જુદો માનવો.”
_
$
$
_F_5_
$
$
_F_F
$
$
$
*
$
*
$
૧૮૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org