SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ ક | | 5 5 ક 6 ક ક ક $ ક $ - * $ * $ – મુક્તિબીજ " સમ્યગ્દર્શનના અધ્યવસાયની અવસ્થાઓ ૧. યથાર્થ (ચરમ) યથા પ્રવૃત્તકરણ | ૨. અપૂર્વ કરણ. _| ૩. અનિવૃત્તિ કરણ. | ૪. અંતરકરણ “અનાદિઅનંત સંસારરૂપ આવર્તમાં પરિભ્રમણ કરતા પ્રાણીઓને જ્ઞાનાવણ, દર્શનાવરણ, વેદનીય અને અંતરાય- એ ચાર કર્મોની ત્રીસ બેડાકોડ સાગરોપમ-પ્રમાણ, નામકર્મ અને ગોત્રકર્મની વીસ લેાકોડ સાગરોપમ પ્રમાણ અને મોહનીય કર્મની સિત્તેર ક્રોડાકોડ સાગરોપમકાલપ્રમાણ ઉત્કૃષ્ટ સ્થિતિ બંધાય છે. જેમ પર્વતમાંથી નીકળેલી નદીમાં પાણીથી તણાતો - અથડાતો - કૂટાતો પથ્થર અણઘડાયો પણ ક્યારેક ગોળ-સુંવાળો બની જાય છે, તેમ જીવને પણ તથાવિધ કર્મસ્થિતિ ઘટાડવાનાં કોઈ આશય વિના પણ ધુણાક્ષરન્યાયે સંસારનાં કષ્ટ સહન કરતાં કેટલાંક કર્મો ખપે છે તથા નવાં બંધાયા કરે છે; આને | જૈનશાસ્ત્રોમાં યથાપ્રવૃત્તકરણ કહ્યું છે. એ યથાપ્રવૃત્તકરણ દ્વારા કર્મસ્થિતિની હાનિ-વૃદ્ધિ થતાં સાતેય કર્મોની ઉપર જણાવી તે સ્થિતિ ઘટીને એક કોડાકોડી IF સાગરોપથી પણ ન્યૂન બાકી રહે ત્યારે સર્વસંસારી જીવોને વૃક્ષના મૂળની | દુર્ભેદ્ય અને કઠિન ગાંઠ જેવો આકરો દુર્ભેદ્ય રાગદ્વેષનો પરિણામ, કે જેને જૈન પરિભાષામાં ગ્રંથિ કહેવાય છે, તેનો ઉદય થાય છે.” જેમ વનમાં દાવાનળ (સળગતો સળગતો) ઉખર (અતૃણ) ભૂમિ કિંવા પહેલાં દાવાનળથી બળી ગયેલી ભૂમિ સુધી પહોંચે અને ત્યાં (બળવાનું નહિ * હોવાથી) સ્વયમેવ બુઝાઈ જાય, તેમ જીવ સતત મિથ્યાત્વના પરિણામવાળો | છતાં જયારે અંતરકરણે (જયાં અનિવૃત્તિકરણના બળે મિથ્યાત્વનાં દળિયાં ખસેડી નાખવાથી રહ્યા નથી ત્યાં) આવે, અર્થાત્ અંતરકરણને પામે ત્યારે (મિથ્યા પરિણામમાં કારણભૂત દળિયાંના ઉદયનો અભાવ હોવાથી ત્યાં ! *ઉપશમ સમ્યક્ત (નિસર્ગથી) પામે. બીજી રીતે (ગુરુ : ઉપદેશદ્વારા) : મિથ્યાત્વનો કયોપશમ થવાથી જેના પરિણામ વિશુદ્ધ બન્યાં છે, તે આત્મા-અજીવ આદિતત્વોનો અધિગમ એટલે બોધ થવાથી - અધિગમથી | | સમન્વને પામે. $ $ H $ $ OF G $ $ $ $ $ 6, ૧૧ર Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy