SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ | * * 45 * $ $ $ ક $ $ $ $ મુક્તિબીજ |૧. આત્મા છે : આત્મા ચૈતન્યગુણથી પ્રત્યક્ષ છે. નોંધ : આત્મા સ્વયં સ્વાધીન તત્વ છે. ચૈતન્ય લક્ષણવાળો છે. જ્ઞાનદર્શન | ઉપયોગવાળો છે. અચલ, અવિનાશી અને ધ્રુવ છે. સ્વ-પર પ્રકાશક છે. સ્વ અને પરને જાણવાવાળો છે. ચૈતન્ય સિવાય કોઈ પદાર્થો અન્યને કે પોતાને || જાણતા નથી. સૂર્યના પ્રકાશમાં પદાર્થો જણાય પણ સૂર્ય સ્વયં તેજગોળો હોવા | છતાં સ્વ કે પરને જાણવા સમર્થ નથી. કેવળ આત્મા જ જ્ઞાનગુણવાળો હોવાથી * સ્વ-પરને જાણે છે. સત્તાસ્વરૂપે અનંતજ્ઞાનવાળો, અનંતદર્શનવાળો, અનંતલબ્ધિવાળો, અનંત | ગુણોવાળો, અરૂપી, અમર, અજન્મા જેવા ગુણોનો સ્વામી છે. અનન્ય અને | અર્થાત તેનું સામર્થ્ય છે. આવા સામર્થના સ્વીકારથી જીવનું સમકિત શુદ્ધ થાય છે. ૨. આત્મા નિત્ય છે : * તે કોઈ સંયોગોથી ઉત્પન્ન થતો નથી માટે તેનો નાશ સંભવ નથી ખા આત્મા પદાર્થ છે. જે પદાર્થ સત્ રૂપે હોય તેનો ક્યારે પણ નાશ ન થાય. પદાર્થ માત્ર ટકીને બદલાય. પદાર્થ માત્ર દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે સત્ છે. તેમ | F| આત્મા પણ તેના જ્ઞાનાદિ ગુણોને ધારણ કરનારો હોવાથી ગુણી છે. જ્ઞાનાદિ ગુણો સહભાવી ધર્મવાળા હોવાથી ગુણોનો કે ગુણીનો ક્યારે નાશ થતો નથી, | તે શાશ્વત તત્ત્વ છે; નિત્ય છે. ગુણ ગુણીના સર્વ પ્રદેશ વ્યાપેલા હોય, સર્વથા | સાથે રહેનારા હોય. જેમકે સાકરનું ગળપણ તેના પૂરા ગાંગડામાં હોય અને તેમાંથી કલાક બે F| કલાક છૂટું ન પડે. પાણી કે દૂધમાં ઓગળે તોપણ ગળપણ તેમાં સ્વાધીનપણે - ટકે. અર્થાત ગુણો સર્વ હાલતમાં અને પૂરા પદાર્થમાં વ્યાપીને રહે છે. પર્યાય :- પદાર્થમાત્રમાં પર્યાયો રૂપાંતર થતી રહે છે તે અપેક્ષાએ તે || અનિત્ય છે. જેમકે કોઈ જીવ દેવયોનિમાંથી મનુષ્યના જન્મમાં આવ્યો. ત્યારે દેવ $ પર્યાય પલટીને મનુષ્યની પર્યાયમાં આવ્યો પણ આત્મા તો એ જ હતો. દેહ એ આત્માનો ગુણ નથી એક અવસ્થા છે માટે પલટાય છે. આત્માને સહભાગી | ગુણના ગુણીપણાથી નિત્ય માન્યો. અને અવસ્થાઓ કમભાવી કે પરના "| સંયોગવાળી હોવાથી અનિત્ય માન્યો. $ $ $ $ _ $ $ _ _ $ _ $ %) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy