SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ક F | ' 가 E 가 가 _F 가 가 가 : 가 가 가도 મુક્તિબીજ ૪) નિર્વેદની : જે ઉપદેશથી જીવને સંસાર બંધનરૂપ લાગે અને સંસાર ત્યાગની ભાવના થાય. ૩. વાદી : વાદી, પ્રતિવાદી, સભાજનો અને સભાધિપતિ આ ચતુરંગ સભામાં પરપક્ષને અસત્યરૂપે અને પોતાના પક્ષને સત્યરૂપે પ્રસિદ્ધ કરવાની # શક્તિ. છતાં હરિભદ્રસૂરિમહારાજે જણાવ્યું છે, શુષ્કવાદ અને વિવાદ એ કર્મબંધનું કારણ બને છે, માટે આત્માર્થીએ વાદનો ત્યાગ કરવો. પરંતુ મધ્યસ્થ બુદ્ધિવાળા, સ્વશાસ્ત્રવેત્તાના જાણ એવા ઉત્તમ પુરુષો સાથે સત્ય ધર્મના નિર્ણય માટે | વિવેકપૂર્વક ધર્મવાદ કરવો જેથી જીત થાય તો પ્રતિવાદી ધર્મ પામે. હાર થાય || તો ભૂલ સુધરે. માટે ધર્મવાદ પ્રભાવના છે. H ૪. નિમિત્તિક : ભૂત, ભાવિ અને વર્તમાનકાલીન ભાવોને કહેનારા આવું જ્ઞાન ધરાવનાર મહર્ષિઓ. સ્વ-પર શ્રેય માટે તેવી પ્રવૃત્તિ કરે. ૫. તપસ્વી : તપ દ્વારા પ્રભાવના કરનારા. જ્ઞાની જનોનું તપ સ્વ-પર શ્રેયરૂપ છે આલોક-પરલોકના સુખની અભિલાષા | |_| વગરનું હોય છે. સમતાભાવે અઠમ આદિ તપ કરનારા દેહાધ્યાસને તજનારા * તપસ્વીઓ પ્રભાવક છે. તેમનાં તપાદિ જોઈને અન્ય જીવોને પ્રેરણા મળે છે. પ્ત ૬. વિદ્યાવાન : અનેકવિધ વિદ્યાઓની સિદ્ધિવાળા. સમકિનવંતી | આત્મામાં જ્ઞાન અને નિર્મળતાને કારણે લબ્ધિઓ કે સિદ્ધિઓ પ્રગટ થાય છે. [F પરંતુ તે મહાત્મા તેનો પૌદ્ગલિક ઉપયોગ કરતા નથી. કરે તો બંધનું કારણ થાય. પરંતુ ધર્મની પ્રભાવના માટે તેનો સહજ ઉપયોગ કરે. | ૭. સિદ્ધ: (સિદ્ધિપ્રાપ્ત પ્રભાવક) આંખમાં અંજન, પગે લેપ, કપાળે તિલક, મુખમાં ગોળી જેવા પ્રકારો દ્વારા | દુષ્કર કાર્યો સાધ્ય કરે, વૈદિય શરીર રચે, તેવા મહર્ષિઓને પ્રભાવક કહે છે. આવી સિદ્ધિઓ જો પ્રશંસા, પ્રચાર કે સ્વાર્થજનિત હોય તો તે ત્યાજય છે. || કી શાસનની સેવા માટે ઉપયોગ કરે તો પણ દોષમૂલક હોવાથી પ્રાયશ્ચિત લેવું | ઉચિત ગણાય છે. * ૮. કવિ : વિશિષ્ટ રચના અને મર્મવાળા ગદ્ય પદ્ય કાવ્યો રચવાની || શક્તિ. ભિન્ન ભિન્ન ભાષામાં કાવ્ય ગ્રંથોની રચના કરનારા. જે રચના દ્વારા રાજા મહારાજાઓ ધર્મનો બોધ પામતા હતા. અને ધર્મનો પ્રભાવ થતો હતો. ! 가도 가 가야 5 가요 가 가장 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001991
Book TitleMuktibij
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSatsang Mandal Detroit USA
Publication Year1993
Total Pages290
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, & Samyaktva
File Size20 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy