________________
卐
卐
195
ગુરુના ઉપદેશ દ્રારા જાણ્યો કે આત્મા તો સ્ફટિક જેવો નિર્મળ છે, તેના પર | લાગેલી કર્મની મલિનતા દૂર કરવી જોઈએ. તે માટે પ્રથમ શુભ અનુષ્ઠાનોનો પ્રારંભ કરી, પાપથી મુક્ત થાય. શુભર્મ પણ આશ્રવ છે. છતાં તે કાઢવું સહેલું છે. શુભકર્મ વૃદ્ધિ થતાં અશુભકર્મને ધક્કો પહોંચે છે તેથી ધર્મભાવનાની વૃદ્ધિ થાય છે અને તેને માર્ગપ્રાપ્તિના યોગ મળી રહે છે.
૬ ૩. દેવ-ગુરુની વૈયાવચ્ચ માટે પ્રતિજ્ઞા :
5
જીવ સ્વયં દેવસ્વરૂપ છે તે દેવપણું પ્રગટ કરવા દેવની પૂજા કરવી, ગુરુ શુદ્ધ સ્વરૂપના ઉપાસક છે માટે તેમની સેવા કરવી. ધર્મોપદેશક વગેરે ઉત્તમ | ગુરુઓની અને શ્રી અરિહંત દેવોની શુદ્ધિપૂર્વક સેવા, પૂજા, ભક્તિ વગેરે
કરવાની દ્રઢ પ્રતિજ્ઞા કરવી.
E
5
દેવની સેવા તેમનાં સ્વરૂપમાં લીન થઈને કરવી. ભક્ત ભગવાનના સ્વરૂપમાં પોતાની જાતને ગાળી નાંખી એકત્વ કરે છે. ત્યારે તેનું દેહાભિમાન ગલિત થઈ જાય છે. તેથી પોતામાં પણ શુદ્ધ સ્વરૂપ પ્રગટે છે.
નોંધ : જીવ જેને ઉપાસ્ય બનાવે છે તેની ઉપાસના કરે છે. અને જેની ઉપાસના કરે છે, તેવા સ્વરૂપે પોતે પરિણમે છે.
વ્યવહારમાં આપણે જોઈએ છીએ કે કોઈ માણસ પટાવાળો હોય ત્યારે તે પ્રમાણે વર્તે, તે જ મનુષ્ય ક્લાર્ક થાય, કમિશનર થાય. વળી, આગળ વધતાં | પ્રધાનમંત્રી થાય તો તેનો અહં તે તે રૂપે પરિણમે છે.
પરમાર્થ માર્ગમાં પણ એમજ થાય કારણકે છેવટે આ પરિણામો મન દ્વારા વ્યક્ત થાય છે.
5
મુક્તિબીજ
સર્વવિરતિરૂપ ચારિત્રધર્મ પ્રત્યેનો રાગ મોહનીય કર્મના દોષથી ચારિત્ર પામી ન શકે તો પણ સમક્તિવંતને ચારિત્ર-અભિલાષા તીવ્રપણે હોય. ભૂખ્યા માનવને જેમ ઘેબર કે મિષ્ટાન્ન મળતાં જેવી અભિલાષા થાય તેથી પણ અધિક અભિલાષા હોય.
5
5
વૈયાવચ્ચ અને વિનય એ તપ અત્યંતરનો પ્રકાર હોવા છતાં તેને ચારિત્રના અલ્પાંશ તરીકે માનવામાં આવેલ છે. કેટલાક આત્મગુણો અન્યોન્ય પૂરક થતાં હોય છે. આપણે માટે વર્તમાનકાળમાં દેવ પ્રત્યક્ષ નથી. પણ ગુરુ પ્રત્યક્ષ છે માટે તેમની આજ્ઞારૂપ સેવા કરવી.
Jain Education International
For Private & Personal Use Only
546 946 946
૮૭
He
546
SHE
SHE SHO
S46 946
She
946
SH
94%
946
*
www.jainelibrary.org