________________
પૂર્વગ
સિદ્ધરાજ સિંહ એક વાર નગરમાં ગજરૂઢ થઈ રાજમાર્ગે જતો હતો. શ્રી હેમચંદ્રસૂરિને તેણે સામે આવતા જોયા. તેમની મુખમુદ્રાની છૂર્તિ જોઈ તેનું અંતર પ્રમોદ પામ્યું. તેણે પિતાના હાથીને અટકાવ્યું અને પૂછ્યું: “કંઈક વચન અમને કહો.” સજાને હાથી રોકત જોઈ બિલકુલ ક્ષોભ પામ્યા વિના તે સમયને ઉચિત વચન બોલ્યા :
सिद्धराज गजराजमुच्चकैः कारय प्रसरमेतमग्रतः ।
संत्रसन्तु हरितां मतंगजास्तैःकिमद्य भवतैव भूभृता ॥ ३१ “હે સિદ્ધરાજ, ગજરાજને ઝડપથી આગળ ચલાવ. દિગ્ગજો ભલે ત્રાસ પામે, પણ તેમનું કામ પણ શું છે? આજે તે તું જ પૃથ્વીને ધારણ કરી રહ્યો છે.”
સિદ્ધરાજને હેમાચાર્ય સાથે પરિચય રાજસભાના એક પંડિત તરીકે હતા; પણ આ પ્રસંગ પછી પંડિત તરીકેનો આઘો સંબંધ નિકટના મિત્ર જેવો બન્યો. તે અદ્દભુત વચનથી વિસ્મિત બનેલા રાજાએ કહ્યું: “હે પ્રભો, મારી પાસે આપ હંમેશ આવજે.” પછી તે બપોરે સિદ્ધરાજ પાસે હેમાચાર્ય હંમેશાં જતા અને અમૃત જેવાં મીઠાં વચનોથી તેને રજિત કરતા. હેમચંદ્ર અને સિદ્ધરાજ–પ્રતિભા અને સમૃદ્ધિ બન્ને એ ધન્ય પળે સાથે મળ્યાં. ગૂજરાતનું ગૌરવ એ પુનિત ક્ષણે અનુપમ બન્યું.
૩૧. જ્યસિંહસૂરિ વિરચિત : કુમારપત્રમૂરિત્રે માર્ચ સર્ગ ૧ ટકેલો શ્લોક ર૭૭ છે. પ્ર. ચ. પા. ૩૦૦ . ૬૭.
कारय प्रसरं सिद्धहस्तिराजनशङ्कितम् । त्रस्यंतु दिग्गजाः किं तैर्भूस्त्वयैवोधृता यतः ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org