________________
પૂવરંગ મૈત્રકકુલના રાજા ધરસેન ચોથાને આશ્રિત કવિ ભદિએ પાણિનિનાં વ્યાકરણના નિદર્શનરૂપ બનતું ભદિકાવ્ય સર્યું; હેમચંદ્ર પિતાના વ્યાકરણને અને ગુજરાતના ઈતિહાસને ગૂંથીને દ્વયાશ્રય કાવ્યની રચના કરી;–અને તેમ કરીને વલભીની વિદ્વત્તા સવાઈ બનીને અણહિલપુરમાં વસી છે એમ સિદ્ધ કરી બતાવ્યું. મહાકવિ કાલિદાસે રઘુકુલની કીતિ રઘુવંશમાં અમર કરી; આચાર્ય શ્રી હેમચંદ્ર સેલંકીઓની કોર્તિને સંસ્કૃત અને પ્રાકૃત
થાશ્રયમાં સનાતન જ્યોતિ આપી. હરિભદ્રસૂરિની ઉપદેશશક્તિએ ભિન્નમાલને પાવન કર્યું હતું, અને તે જ ઉપદેશશક્તિ અણહિલપુરને પાવન કરવા માટે જાણે હેમચંદ્રાચાર્યમાં ઊતરી હતી. સેમપ્રભાચાર્ય હેમચંદ્રાચાર્યની પ્રતિભાનું વર્ણન કરતાં કહે છે –
क्लुप्तं व्याकरणं नवं विरचितं छंदो नवं व्याश्रयालंकारौ प्रथितौ नवौ प्रकटितं श्रीयोगशास्त्रं नवम् । तर्कः संजनितो नवो जिनवरादीनां चरित्रं नवं बद्धं येन न केन केन विधिना मोहः कृतो दूरतः ॥२३
“નવું વ્યાકરણ કમ્યું નવું છંદશાસ્ત્ર રચ્યું ઠયાશ્રય મહાકાવ્ય અને અલંકારશાસ્ત્રને વિસ્તાર્યા અને નવાં જ પ્રકટ કર્યા. શ્રી યોગશાસ્ત્રને પણ નવું રચ્યું; નવા તર્કશાસ્ત્રને જન્મ આપો; જિનવરનાં ચરિત્રોનો નવો ગ્રંથ રોઃ કઈ કઈ રીતે શ્રી હેમચંદ્રાચાર્યે અજ્ઞાનને દૂર કર્યું નથી ?”
૨૩. સેમપ્રભાવિરચિત સ્વપજ્ઞવૃત્તિયુક્ત શતાર્થ કાવ્યઃ (પ્રાચીન સાહિબ્દાર ગ્રંથાવલિઃ ગ્રંથ ૨. મુનિશ્રી ચતુરવિજય સંપાદિત : પ્રકાશક સારાભાઈ નવાબ) પાન ૧૨૪.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org