________________
પૂર્વાંગ ભોજ વૃદ્ધાવસ્થામાં નબળા પડતાં, ચેદીના રાજા, કર્ણાટકના રાજા અને ભીમદેવે મળી તેને દબા; ધારા લૂંટાયું; અને સંભવ છે કે તેમાંના કેટલોક ભાગ ભીમદેવને મળ્યો પણ હશે. સમગ્ર દૃષ્ટિએ જોતાં ભીમદેવને સમય સિદ્ધરાજ અને કુમારપાલના સુવર્ણયુગની તેજસ્વી પૂર્વ પીઠિકા છે.
સિદ્ધરાજના પિતા કર્ણના સમયમાં માળવા અને ગૂજરાતનાં ઘર્ષણે પાછાં ચાલુ થયાં. લાટ ઉપર કણે વિજય મેળવ્યો. આશા ભીલને હરાવ્યો અને આશાપલ્લીને સ્થાને કર્ણાવતી વસાવ્યું. સ્થાપત્યને ઉત્તેજન આપ્યું. કર્ણાટકના રાજા જયકેશીની કુંવરી મયણલ્લા સાથે લગ્ન કર્યું. મયણલ્લા અને ત્રિભુવનમલ કર્ણદેવને પુત્ર તે સિદ્ધરાજ. કર્ણના સમયમાં ગૂજરાતનું સાંસ્કારિક જીવન ઊંચી કક્ષાનું હતું. વાદિદેવસૂરિ, નવાંગી ટીકાકાર અભયદેવસૂરિ વગેરે કર્ણના સમયમાં પ્રવર્તમાન થયા હતા. સં. ૧૧૫૦ માં કર્ણદેવનું અવસાન થયું.
રાજ્યારૂઢ થતી વખતે સિદ્ધરાજની ઉંમર આઠ વર્ષની હતી. વિ. સં. ૧૧૪૩માં તેને જન્મ થયો. તેના રાજસી સ્વભાવના પાયામાં સત્ત્વને ઢાળનાર શ્રી હેમચંદ્રસૂરિને જન્મ વિ. સં. ૧૧૫ કાર્તિકમાસની શુકલપક્ષ પૂર્ણિમાને દિવસે થયો હતો. કુમારપાલને જન્મ વિ. સં. ૧૧૪૯માં થયો હતો. શ્રી હેમચંદ્રાચાર્ય સિદ્ધ રાજ જયસિંહથી બે વર્ષ નાના અને કુમારપાલથી ચાર વર્ષ મોટા હતા. તેમની તિલેખાએ એક પક્ષે સિદ્ધરાજને મુગ્ધ કર્યો હતો અને બીજે પક્ષે કુમારપાલને પરમહંત બનાવ્યું હિતે. હેમચંદ્રનાં તેજકિરણે એ સમસ્ત યુગને વ્યાપી રહ્યાં હતાં.
હેગલ નામના જર્મન તત્વવેત્તાએ સંસ્કૃતિની વ્યાખ્યા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org