________________
હેમસમીક્ષા અમર કરી છે...તે ઉજ્જયિની, ગૂજરાતને સીમાડે જ પિતાની કેરમ ફેલાવતી ઊભી હતી. તેની અસર સમકાલીન ગુજરાતના સંસ્કાર અને સાહિત્ય ઉપર ન થાય એ અસભવિત હતું.
ગુજરાતની સંસ્કૃતિ ઉપર માલવાની અસર ઠેઠ ચૌલુક્યો સુધી રહી છે. માલવરાજ વિક્રમ અને ભેજ જેવા સંસ્કારસ્વામી બનવાની અભિલાષાએ સિદ્ધરાજની સાંસ્કારિક પ્રેરણાઓને બળ અને વેગ આપ્યાં. પરંતુ તે સંસ્કારને ગ્રહણ કરવાની શક્તિ તો ગૂજરાત મૌર્ય, ક્ષત્ર અને ગુણોના શાસનનીચે કેળવવા માંડી હતી. તે શક્તિ મૈત્રકોના સમયમાં તેજસ્વી બની. મૈત્રકના સમયમાં ગૂજરાત એક સામ્રાજ્યને પ્રાન્ત મટી સ્વતંત્ર રાજ્ય બન્યું. મૈત્રકે તેના શાસક હતા; અને વલભી તેમની રાજ્યધાની હતી. વલભીએ સાહિત્ય અને ધર્મને પિષવા અનેક યત્ન કર્યા હતા. વલભીમાં વિ. સં. ૫૬૫–૮૨૧–૨૨ સુધી મૈત્રકેનું શાસન રહ્યું. વિ. સં. ૬૯૭ના અરસામાં યુઆન-સ્વાંગ નામે ચીની મુસાફર આ પ્રદેશમાં આવ્યો હતો. તેણે વલભી અને ભિન્નમાલને પિતાની નજરે જોયાં હતાં. ગુજરાતના પ્રદેશમાં તેણે પર્યટન
2. Yuan-Chwang's Travels Vol. II: (Watters) P. 247 માં આનન્દપુર-જેને અર્વાચીન વડનગર કહેવામાં આવે છે તેનું વર્ણન કરતાં જણાવવામાં આવે છે: “It was rich and flourishing. It was a dependency of Malaya and like that country in products, climate, written. language and institutions. In it there were more than 10 monasteries with 1000 brethren belonging to the Hinayanist Sammatiya school.” 4461 24 આનંદપુરમાં માલવાની સંસ્કૃતિની અસર બહુ જ પાડી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org