________________
૩૦૮
હેમસમીક્ષા પિતાના કાર્યની પૂર્ણાહુતિ થતાં, એટલી જ સ્થિતપ્રજ્ઞતાથી શાંતિથી અને સહજ સ્મિતથી તેઓ દેહત્યાગ કરે છે, મહાયોગરાજ હેમચંદ્રાચાર્યે સહજ સમાધિથી ચોરાશી વર્ષની વયે પોતાની ઐહિક જીવનલાને સંકેલી લીધી. મહાપુરુષોનું સમસ્ત ચરિત અલૌકિક હોય છે.
अन्या जगद्धितमयी मनसः प्रवृत्तिरन्यैव काऽपि रचना वचनावलीनाम् । लोकोत्तरा च कृतिराकृतिरेव हृद्या विद्यावतां सकलमेव गिरां दवीयः ।।१३
જગતને હિતકારક એવી તેમના મનની પ્રવૃત્તિ અનેરી જ હોય છે. તેમની વચનાવલીઓની રચના પણ અનેરી હોય છે. તેમની કૃતિ લોકોત્તર હોય છે. તેમની આકૃતિ રમ્ય હોય છે : વિદ્યાવાનનું બધુંય વાણીને દૂર–અત્યંત અગમ્ય હોય છે!”
- ૧. ૫હિતરાજ જગન્નાથઃ રસગંગાધર,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org