________________
ત્રિષષ્ટિશલાકાપુરુષચરિત
૨૮૭ | સામાજિક રીતરિવાજોની દષ્ટિએ ત્રિ. સ. પુ. ચ. કેટલું ઉપયોગી છે તે બતાવવા માટે માત્ર એકાદ વિભાગમાંથી ઉપર અવતરણ આપવામાં આવ્યાં છે. પરંતુ ત્રિ. શ. પુ. ચ. ના વિસ્તૃત અભ્યાસમાં આ દૃષ્ટિકોણ ખાસ આવશ્યક છે.
ધાર્મિક દૃષ્ટિએ ત્રિ. શ. પુ. ચ. કેટલું ઉપયોગી છે તે નીચેના અવતરણ ઉપરથી જણાઈ આવશે. “આ ગ્રંથના મૂળ દશ વિભાગ કરેલા છે અને તેને પર્વ એવી સંજ્ઞા આપવામાં આવેલી છે. તે દશપર્વમાં સૂરિએ એવી ખુબી કરી દીધી છે કે તેથી સર્વસિદ્ધાંતનું રહસ્ય સમજાઈ જાય. જુદી જુદી પ્રભુની દેશનાઓમાં નાનું સ્વરૂપ, ક્ષેત્રસમાસ, જીવવિચાર, કર્મસ્વરૂપ, આત્માનું અસ્તિત્વ, બાર ભાવના, સંસાર પર વૈરાગ્ય, જીવનની અસ્થિરતા અને ટુંકામાં બોધ તથા જ્ઞાનના સર્વ વિષયે સરળતાથી અને ચિત્તાકર્ષક ભાષામાં આચાર્યશ્રીએ સમાવ્યા છે.”૧૭ જૈનધર્મ, તત્ત્વજ્ઞાન અને પ્રણાલીને સર્વ પરિચય ત્રિ. શ. પુ. ચ. ના વાચકને સીધી અને સરળ રીતે પ્રાપ્ત થાય છે.
એતિહાસિક દષ્ટિએ પણ ત્રિ. શ. પુ. ૨. ના દશમા
लोकेषु व्यवहारोऽयं दर्शनीय इति प्रभुः
विवाद इव मध्यस्थस्तदुपेक्षितवांस्तदा ।। ८६४ ॥ ફટાણુંની ટેકની પંક્તિની માફક જ હેમચંદ્રાચાર્યું છેલ્લા પાને બધાય લોકોમાં સરખું મૂકયું છે.
૧૭: વિ. સ. પુ. ચ. (ગુ. ભાષાંતર) પર્વ ૧-૨ ની પ્રસ્તાવના પાન ૩.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org