SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૭૪ . હેમસમીક્ષા ત્રિ. શ. પુ. ચ. એટલે જૈન સંપ્રદાયના સિદ્ધાંતે, કથાનકે, ઈતિહાસ, પૌરાણિક કથાઓ, તત્વજ્ઞાનને સર્વસંગ્રહ. આખા ગ્રંથનું કદ ૩૬૦૦૦ શ્લોક ઉપરાંત પ્રમાણનું થવા જાય છે. આ મહાસાગર સમાન વિશાલ ગ્રંથની રચના શ્રી હેમચંદ્રાચાર્યું તેમની ઉત્તરાવસ્થામાં કરી હતી. શ્રી હેમચંદ્રાચાર્યની સુધાવર્ષિણી વાણીનાં ગૌરવ અને મીઠાશ એ મહાકાવ્યમાં આપણે અનુભવી શકીએ છીએ. સમકાલીન સામાજિક, ધાર્મિક અને વિચારગત પ્રણાલિકાનાં પ્રતિબિબે એ વિશાલ ગ્રંથમાં ઘણે સ્થળે આપણે જોઈ શકીએ છીએ. એ રીતે તો ગુજરાતને તે કાલને સમાજ અને તેનું માનસ તેમાં નિગૂઢ રીતે પ્રતિબિબિત થયાં છે. આ દષ્ટિએ ત્રિ. શ. પુ. ચ. નું મહત્ત્વ હેમચંદ્રાચાર્યની કૃતિઓમાં વિશિષ્ટ પ્રકારનું છે. જ્યાશ્રયમાં જેટલું વૈવિધ્ય તેમનાથી સાધી Buhler : Life of Hemacandracarya P. 48 “The work is written almost in heroic metre and is called by the author a Mahakavya or great epic. Its extent is very great, so great that it justifies in a certain degree its proud claim of comparison with the Mahabharata, as binted by the division into Parvans." ૨. સરખાવો જિનમંડનના કુમારપાલચરિતને ઉલેખ. Buhler : Life of Hemacandracarya P. 48 €4p oraya છે કે જિનમંડનના અભિપ્રાયે ૩૬૦૦૦ શ્લેકપૂર એ ગ્રંથ છે. મુનિશ્રી પુચવિજયજી ૩૨૦૦૦ શ્લપૂર જણાવે છે: જુઓ તેમનો નિબંધ સ્યાદ્વાદમૂર્તિ કલિકાલસર્વજ્ઞ હેમચંદ્રાચાર્ય'. ઉપરની નોંધમાં છે. પાકેબી ૩૭૦૦૦ શ્લેક સંખ્યા જણાવે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.001986
Book TitleHemsamiksha
Original Sutra AuthorN/A
AuthorMadhusudan Modi
PublisherAtmanand Janma Shatabdi Smarak Trust
Publication Year1942
Total Pages400
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy